રાજકોટ: યુ-ટ્યુબ પર ટેકનીક શીખીને બુલેટની ચોરી કરતા એન્જીનિયરીંગના વિદ્યાર્થી ઝડપાયા
રાજકોટમાં બુલેટ ચોરીને અંજામ આપતા બે એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ પોતાના મોજશોખ પૂરા કરવા બુલેટ ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે બુલેટ ચોર બેલડીની ધરપકડ કરી ચાર જેટલા બુલેટ કબજે કર્યા છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટમાં બુલેટ ચોરીને અંજામ આપતા બે એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ પોતાના મોજશોખ પૂરા કરવા બુલેટ ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે બુલેટ ચોર બેલડીની ધરપકડ કરી ચાર જેટલા બુલેટ કબજે કર્યા છે.
બે વિદ્યાર્થી પોલીસ સકંજામાં
રાજકોટ પોલીસનાં કબજામાં આવેલા શખ્સોના નામ છે ભરત ગોવિંદ ચાવડા અને કુલદીપ દુદા કારાવદરા છે. રાજકોટ શહેરમાં નવા નકોર બુલેટ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જેને આધારે પોલીસે બુલેટ ચોર બેલડીની શોધખોળ શરૂ કરી હતી. તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, નવા 150 ફુટ રીંગ રોડ પર પાટીદાર ચોક નજીક બે વિદ્યાર્થીઓ પાસે ચોરાઉ બુલેટ છે જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરત પોલીસ કમીશ્નરનું જાહેરનામું, હવે જાહેરમાં બર્થ-ડેના સેલિબ્રેશન પર પ્રતિબંધ
પોલીસ બન્ને વિદ્યાર્થીઓની પુછપરછ કરતા તેને આ બુલેટ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપી કુલદીપે પોતનાં ગળામાં કિંગનો તાજ દોરાવ્યો હોવાનું અને મોજશોખ પૂરા કરવા ચોરીનાં રવાડે ચડ્યો હોવાનું કબુલ્યું હતું. હાલ પોલીસે બન્ને વિદ્યાર્થીઓ પાસેથી ચાર બુલેટ મળી કુલ 3 લાખ 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુલાઇમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, દલિતો અને ખાતર મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવો
કેવી રીતે આપતા અંજામ...?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી ભરત ચાવડા જામનગરનાં ખોડીયાર કોલોનીનો વતની છે જ્યારે આરોપી કુલદીપ કારાવદરા જામનગરનાં સમરપણ હોસ્પિટલ પાસે આવેલી અપૂર્વ એવન્યુમાં રહે છે અને બન્ને રાજકોટની નામાંકિત ગાર્ડી કોલેજમાં એન્જીનીયરીંગનાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. પોલીસ પુછપરછમાં કબુલ્યું હતું કે, પોતાનાં મોજશોખ પૂરા કરવા માટે બુલેટ ચોરીને અંજામ આપતા હતા અને ત્યારબાદ બુલેટ સસ્તી કિંમતમાં વેંચી દેતા હતા.
બુલેટ ચોરી માટે બન્ને આરોપીઓએ યુ-ટ્યુબ પર થી ટેકનીક મળવી હતી અને બુલેટનો લોક ખોલીને ચોરીને અંજામ આપતા હતા. હાલ બન્ને શખ્સોની પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે. હાલ તો પોલીસે બન્ને આરોપીને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. જોકે મોજ શોખની પાછળ ચોરીનાં રવાડે ચડેલા આ બન્ને વિદ્યાર્થીઓએ પોતાનાં જ પગ પર કુહાડાનાં ઘા માર્યા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે કારણ કે, એન્જીનીયરીંગનો અભ્યાસ બગડ્યો સાથે સાથે જેલનાં સળીયા ગણતા થયા. હવે પોલીસ તપાસમાં કેટલા બુલેટ ચોરીની કબુલાત આપે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે