ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર શપથ ગ્રહણ કરી લીધા છે. આજે ગાંધીનગરમાં યોજાયેલા શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. તેમની સાથે કુલ 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું નહીં
ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મંત્રીમંડળમાં સામેલ 10 લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જેમાં સૌથી મોટું નામ જીતુ વાઘાણીનું છે. આ સિવાય સુરતથી ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનો મોરડિયાને પણ તક મળી નથી. ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મહિલા મંત્રી તરીકે સામેલ મનીષા વકીલ, નિમિષા સુથારને પણ તક મળી નથી. આ સિવાય અર્જુનસિંહ ચૌહાણ, કિરીટ સિંહ રાણા, જીતુ ચૌધરી, ગજેન્દ્રસિંહ પરમારને પણ તક મળી નથી. 


આ પણ વાંચોઃ ગુજરાતની નવી સરકારમાં કનુભાઈ દેસાઈ સૌથી વરિષ્ઠ, હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રી


ભૂપેન્દ્ર પટેલના પહેલા મંત્રીમંડળના 10 મંત્રીઓ કપાયા
જીતુ વાઘાણી
પૂર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
​​​​​​​અર્જુનસિંહ ચૌહાણ
જીતુ ચૌધરી
મનિષા વકીલ
નિમિષા સુથાર
ગજેન્દ્રસિંહ પરમાર
વિનુ મોરડિયા
​​​​​​​દેવા માલમ


જાણો નવા મંત્રીમંડળમાં કોને મળી તક
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 લોકોનો સમાવેશ થાય છે. જેમાં 8 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)  અને 6 નેતાઓએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 


આ પણ વાંચોઃ ગુજરાતના નવા મંત્રીમંડળમાં 3 પાટીદાર, 8 OBC, ક્ષત્રિય, જૈન, બ્રાહ્મણ સમાજના 1-1 નેતા


કેબિનેટ કક્ષાના મંત્રી
કનુભાઈ દેસાઈ, પારડી બેઠક
બલવંતસિંહ રાજપુત, સિદ્ધપુર બેઠક
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ઋષિકેશ પટેલ, વીસનગર
કુંવરજી બાવળિયા, જસદણ
મૂળુભાઈ બેરા, ખંભાળિયા બેઠક
કુબેર ડિંડોર 
ભાનુબેન બાબરિયા, રાજકોટ ગ્રામ્ય બેઠક 


રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા
હર્ષ સંઘવી, મજુરા બેઠક
જગદીશ વિશ્વકર્મા (પંચાલ), નિકોલ બેઠક 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube