ગુજરાતના નવા મંત્રીમંડળમાં 3 પાટીદાર, 8 OBC, ક્ષત્રિય, જૈન, બ્રાહ્મણ સમાજના 1-1 નેતાને સ્થાન

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર શપથ લીધા છે. મુખ્યમંત્રીની સાથે અન્ય 16 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં 8 કેબિનેટ, બે રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યમંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. 

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 3 પાટીદાર, 8 OBC, ક્ષત્રિય, જૈન, બ્રાહ્મણ સમાજના 1-1 નેતાને સ્થાન

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે 8 કેબિનેટ મંત્રીઓ, બે રાજ્યકક્ષા (સ્વતંત્ર પ્રભાર) અને 6 રાજ્યકક્ષાઓના મંત્રીઓએ શપથ લીધા છે. એટલે કે આજથી રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારની શરૂઆત થઈ ગઈ છે. હજુ પણ મંત્રીમંડળમાં 10 જગ્યા ખાલી રાખવામાં આવી છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોળી સમાજનો દબજબો જોવા મળ્યો છે. રાજ્યના નવા મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાને સામેલ કરવામાં આવ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંગળમાં ત્રણ પાટીદાર ચહેરાઓને સ્થાન
ગુજરાતની કમાન ખુબ પટેલ સમાજના હાથમાં છે. એટલે કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બીજીવાર ગુજરાતની કમાન સંભાળશે. તેમની કેબિનેટમાં સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે રાઘવજી પટેલે શપથ લીધા છે. તો વિસનગરથી ધારાસભ્ય ઋષિકેશ પટેલને બીજીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય પ્રફુલ પાનસેરિયાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 

રાજ્યના નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી ચહેરાનો સમાવેશ
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો કેબિનેટમાં ક્ષત્રિય નેતા તરીકે બળવંત રાજપૂતને તક મળી છે. જૈન સમાજના ચહેરા તરીકે મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને તક મળી છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં કનુભાઈ દેસાઈનો બ્રાહ્મણ ચહેરા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. 

તો ગુજરાતની નવી કેબિનેટમાં આહીર સમાજના મૂળુભાઈ બેરાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. મૂળુભાઈ બેરાએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીને હરાવ્યા હતા. સૌરાષ્ટ્રના કોળી સમાજના ચહેરા કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીને રાજ્યમંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા...
દક્ષિણ ગુજરાતના બ્રાહ્મણ ચહેરા તરીકે કનુ દેસાઈએ શપથ લીધા...
સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે રાઘવજી પટેલે શપથ લીધા..
ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ચહેરા તરીકે બળવંતસિંહ રાજપૂતે શપથ લીધા..
સૌરાષ્ટ્રના OBC ચહેરા તરીકે કુંવરજી બાવળિયાએ શપથ લીધા..
સૌરાષ્ટ્રના આહીર ચહેરા તરીકે મૂળુભાઈ બેરાએ શપથ લીધા..
મધ્ય ગુજરાતના આદિવાસી તરીકે કુબેર ડિંડોરે શપથ લીધા...
સૌરાષ્ટ્રના દલિત ચહેરા તરીકે ભાનુબેન બાબરીયાએ શપથ લીધા..
સૌરાષ્ટ્રના કોળી ચહેરા તરીકે પરસોત્તમ સોલંકીએ શપથ લીધા...
મધ્ય ગુજરાતના આદિવાસી ચહેરા તરીકે બચુ ખાબડે શપથ લીધા..
દક્ષિણ ગુજરાતના કોળી ચહેરા તરીકે મુકેશ પટેલે શપથ લીધા....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news