• પરિવારના ચાર સદસ્યો કચરોનું વીણવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે આ પરિવારની 12 વર્ષની બાળકી કચરામાં ફસાઈ ગઈ હતી.

  • રવિવારે સવાર 9 વાગ્યા સુધી પણ ફાયર વિભાગની ટીમને બાળકીને શોધવામાં સફળતા મળી નથી


આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદના સુએજ ફાર્મ ડમ્પિંગ સાઈટ પર અજીબ ઘટના બની છે. ડમ્પિંગ સાઈટ પર કચરો વીણી રહેલી બાળકી કચરામાં દબાઈ ગઈ હતી. 10 કલાક બાદ પણ આ બાળકીને કચરાના ઢગલામાંથી બહાર કાઢી શકાયા નથી. ફાયર વિભાગની ટીમ મોડી રાતથી બાળકીને શોધવાનું કામ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચરો વીણતા ઢગલા નીચે દબાઈ બાળકી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ગરીબ પરિવાર સુએજ ફાર્મ ડમ્પિંગ સાઈટ પાસ કચરો વીણી રહ્યો હતો. પરિવારના ચાર સદસ્યો કચરોનું વીણવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે આ પરિવારની 12 વર્ષની બાળકી કચરામાં ફસાઈ ગઈ હતી. જેના બાદ તે કચરાના ઢગલા નીચે દબાઈ ગઈ હતી. આ બાબતની જાણ થતા જ ફાયર વિભાગ તાત્કાલિક ડમ્પિંગ સાઈટ પર પહોંચ્યું હતું. 


આ પણ વાંચો : રાપરના વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો 


રાતથી ફાયર વિભાગની ટીમ બાળકીને શોધી રહી છે 
રાતથી સવાર સુધી બાળકીને શોધવાની કામગીરી કરવામાં આવી હતી. રવિવારે સવાર 9 વાગ્યા સુધી પણ ફાયર વિભાગની ટીમને બાળકીને શોધવામાં સફળતા મળી ન હતી. આખી રાત સુએજ ફાર્મ ડપિંગ સાઈટ પાસે 12 વર્ષીય બાળકીને શોધવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલ રાતથી જેસીબી દ્વારા ખોદકામ કરી બાળકીને શોધવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. તો બીજી તરફ, બાળકી આટલા કલાકોથી ગુમ હોવાથી પરિવારે પણ રોકકળ મચાવ્યો છે.