સુરતમાં એકસાથે 100 લોકો લેશે દીક્ષા, હીરા વેપારીનો આખો પરિવાર સંયમનો માર્ગ અપનાવશે
દીક્ષા નગરી સુરતમાં એકસાથે 100થી વધુ દિક્ષાર્થીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીના વિશ્વમાં પ્રથમવાર એકસાથે ત્રણ જગ્યા પરથી 130થી વધુ મુમુક્ષો દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે. જ્યારે મુંબઇ ખાતે સુરતના હીરા વેપારીના 11 વર્ષીય તત્વ દીક્ષા લેશે. આ દીક્ષા કાર્યક્રમમાં એક સાથે છ પરિવાર દીક્ષા લેશે. તો સાથે જ હીરાનો વેપાર કરનાર વેપારીનો આખો પરિવાર દીક્ષા લેવાનો છે.
તેજશ મોદી/સુરત :દીક્ષા નગરી સુરતમાં એકસાથે 100થી વધુ દિક્ષાર્થીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીના વિશ્વમાં પ્રથમવાર એકસાથે ત્રણ જગ્યા પરથી 130થી વધુ મુમુક્ષો દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે. જ્યારે મુંબઇ ખાતે સુરતના હીરા વેપારીના 11 વર્ષીય તત્વ દીક્ષા લેશે. આ દીક્ષા કાર્યક્રમમાં એક સાથે છ પરિવાર દીક્ષા લેશે. તો સાથે જ હીરાનો વેપાર કરનાર વેપારીનો આખો પરિવાર દીક્ષા લેવાનો છે.
સાપસીડીની રમત જેવું બન્યું ગુજરાતનું હવામાન, બે દિવસ માવઠાની આગાહી, અને તેના પછી...
દીક્ષાર્થી કાર્યક્રમમાં દીક્ષા લેતા 20 થી વધુ એવા યુવક-યુવતીઓ છે, જેઓ ગ્રેજ્યુએટથી લઈ સીએનો અભ્યાસ કરી ચૂક્યા છે. કોઈ ડાયમંડ અને ટેકસટાઇલ પરિવારમાંથી છે, તો કોઈ હાઈપ્રોફાઈલ જોબ કરે છે. 1 લી ફેબ્રુઆરી સુરતમાં જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ રહેશે. કારણ કે આ દિવસે સુરત ખાતે સૌથી વધુ મુમુક્ષો દીક્ષા લેવા જઈ રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય શ્રી વિજય શ્રેયાંશપ્રભૂસુરીશ્વરજીના સાનિધ્યમાં 71 મુમુક્ષુ દીશ્રા લેશે. જ્યારે પાલ રામ પાવન ભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાનિધ્યમાં 5 મુમુક્ષુ દીક્ષા લેશે. આ ઉપરાંત પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે 22 મુમુક્ષુઓ આચાર્ય શ્રીયશોવીજયસુરીશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા લેશે.
...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ
સુરતમાં યોજનારા આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં 10 થી લઇ 84 વર્ષ સુધીના ભાઈ બહેનો છે. જેમાંથી 10 થી 17 વર્ષના 17 લોકો, 18 થી 45 વર્ષના 40 અને 40થી વધુ ઉંમરના તમામ લોકો છે. આ દીક્ષા કાર્યક્રમમાં 20 થી વધુ એવા યુવાનો છે, જે ગ્રેજ્યુએશન કરતાં વધુ ભણતર ધરાવે છે. તેમાં કેટલાક CA અને હાઇ પ્રોફાઇલ જોબ કરે છે. આ દીક્ષા સમારોહમાં 50થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ હાજર રહેશે. 528 વર્ષ બાદ ભારતમાં આટલી મોટી સંખ્યામાં દીક્ષા લેવાશે. આ તમામ લોકો દેશના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી સુરત આવશે. આ દીક્ષાંત સમારોહમાં નવ જેટલા લોકો સુરતથી છે. દીક્ષા સમારોહ જોવા માટે 50 હજારથી વધુ લોકો હાજર રહેશે. જેમાં દેશ-વિદેશના લોકો સામેલ છે.
સૌથી અગત્યની વાત છે કે, આ દીક્ષાંત સમારોહમાં છ એવા પરિવાર છે, જે તમામ સભ્યોની સાથે દીક્ષા લેશે. જેમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો પરિવાર પણ છે.
Shocking સમાચાર: મહાન બાસ્કેટબોલ પ્લેયરનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 13 વર્ષની દીકરી પણ હતી સાથે
હીરાનો વેપાર કરનાર વિજય મહેતાનો આખો પરિવાર દીક્ષા લેશે
દીક્ષા સમારોહમાં 28 વર્ષથી હીરાનો વેપાર કરનાર વિજય મહેતાનો આખો પરિવાર દીક્ષા લેવાનો છે. જેમાં વિજયભાઈ મહેતા, તેમના પત્ની સંગીતાબેન અને બંને પુત્રીઓ દ્રિષ્ટ અને આંગી દીક્ષા લેવાના છે. આખો પરિવાર વૈભવી લાઈફસ્ટાઈલ ત્યજીને 29 જાન્યુઆરીના રોજ સંયમના માર્ગે નીકળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક