...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ
Trending Photos
નવી દિલ્હી :પિરામિડ (Pyramid) ના રહસ્યો પર બનેલી હોલિવુડની અનેક ફિલ્મોમાં મમી (Mummy) પોતાના તાબૂતમાંથી બહાર આવ છે, તે બોલે છે, હલનચલન કરે છે તેવુ બતાવાય છે. કપડામાં લિપટાયેલ મમીનો અવાજ પણ રુંવાડા ઉભો કરી દે તેવો હોય છે. પંરતુ હવે ફિલ્મી મમી નહિ, પરંતુ અસલી મમી પણ બોલવા લાગ્યું છે. મિસરના 3000 વર્ષ જૂના એક મમીને ફરીથી બોલતા (mummy’s voice ) સાંભળવામાં આવ્યું છે. 3000 વર્ષ પહેલા તે માણસ જીવંતપણ જેવો બોલતો હતો, તેવો જ ફરીથી બોલવા લાગ્યો.
Shocking સમાચાર: મહાન બાસ્કેટબોલ પ્લેયરનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 13 વર્ષની દીકરી પણ હતી સાથે
કોણ છે એ મમી જે 3000 વર્ષ બાદ બોલ્યું
આ મમીનું નામ નેસ્યામૂ છે. 3000 વર્ષ પહેલા મિસરના એક પ્રાચીન શહેરમાં નેસ્યામૂ એક પૂજારી હતો. તેના મોત બાદ મિસરના પ્રાચીન લોકો પોતાની પરંપરાનું પાલન કરીને તેનુ મમી બનાવ્યું હતું. 18મી શતાબ્દીમાં નેસ્યામૂનું મમી લંડનના લીડ્સ સિટી મ્યૂઝિયમમાં લાવવામા આવ્યું હતું.
શું છે મમીના બોલવાનું રહસ્ય
હજારો વર્ષ પહેલા નેસ્યામૂનું મમીની જીભ અને તાળવું સડી ગયા હતા. જોકે, તેના કંઠમાં રહેલા સ્વર તંત્રના ઉત્તક એકદમ સુરક્ષિત હતા. આ માલૂમ પડવા પર વૈજ્ઞાનિકોએ નેસ્યામૂને ફરીથી અવાજ આપવાનો નિર્ણય કર્યો હતો. વૈજ્ઞાનિક રિપોર્ટ અનુસાર, બ્રિટનની એક લેબોરેટરીમાં વૈજ્ઞાનિકોએ 3-ડી પ્રિન્ટીંગને ટેકનિક, કમ્પ્યૂટર અને લાઉડ સ્પીકરની મદદથી 3000 વર્ષ પહેલા મરી ચૂકેલા પૂજારી નેસ્યામૂને અવાજ આપવા સફળતા મળી હતી. આમ, લોકોને 3000 વર્ષ પહેલાની વ્યક્તિનો અવાજ સાંભળવા મળ્યો હતો.
મમીના સ્વર-યંત્રનું 3ડી મોડલ બનાવાયું
આ માટે સિટી સ્કેન અને 3ડી ટેકિનિકની મદદથી મમીના સ્વર તંત્રનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. આ 3ડી મોડલને એક લાઉડસ્પીકર સાથે જોડી દેવામાં આવ્યું છે. આ મોડલથી એક વૈજ્ઞાનિક ઉપકરણની મદદથી ધ્વનિ તરંગોમાંથી પસાર કરવામા આવ્યું. મમીના સ્વર તંત્રના મોડલથી જ્યારે એ ધ્વનિ તરંગ પસાર થયું તો તેમાંથી નેસ્યામૂના બોલવાનો અવાજ આવ્યો.
કેવો હતો મમીનો અવાજ
વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, 3ડી મોડલથી એવો જ અવાજ પેદા થયો, જેવો 3000 વર્ષ પહેલા એ મમીના સ્વામી પૂજારી નેસ્યામૂનો હતો. જોકે, આ અવાજ હજી સ્પષ્ટ નથી. 3ડી મોડલથી અવાજ ‘ઈઈઈઈ....’ એવું સાંભળવા મળ્યું હતું. નેસ્યામૂના મમીના સ્વર તંત્રના મોડલે માત્ર આટલા જ શબ્દો કહ્યા છે. આવુ એટલા માટે થયું, કારણ કે નેસ્યામૂના મમીમાંથી જીભ પણ ગાયબ હતી. જો જીભ હોત તો વૈજ્ઞાનિકો અવાજને શબ્દોમાં ઢાળી શક્યા હતો. પરંતુ હાલ તો જે અવાજ આવ્યો છે, તે 3000 વર્ષ પહેલા નેસ્યામૂનો હતો એવો જ છે. આમ, વૈજ્ઞાનિકો આ મામલાને મોટી સફળતા માને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે