રાજકોટ જિલ્લાના બે ગામમાં સિનિયર સિટીઝનોનું 100 ટકા રસીકરણ, શહેર કરતાં ગામડા જાગૃતિ વધી
રાજકોટ (Rajkot) જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો સતત થઈ રહ્યો છે. પરંતુ રાજકોટ જિલ્લાના બે ગામ કે જેને સમગ્ર જિલ્લાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કોરોના વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે. શહેરો કરતા ગામડાંના લોકો રસી માટે ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે.
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) જિલ્લામાં કોરોનાની રસી (Coronavirus) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પડધરી તાલુકાના કેરાળા અને ફતેપર ગામના તમામ સિનિયર સિટીજનો (Senior Citizen) એ રસી લીધી છે. બંને ગામના સિનિયર સિટીજ (Senior Citizen) નો રસી લેવામાં જિલ્લામાં અવવલ નમ્બરે આવ્યા છે અને 100 ટકા સિનિયર સિટીઝનો (Senior Citizen) ને રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ (Rajkot) જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો સતત થઈ રહ્યો છે. પરંતુ રાજકોટ જિલ્લાના બે ગામ કે જેને સમગ્ર જિલ્લાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કોરોના વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે. શહેરો કરતા ગામડાંના લોકો રસી માટે ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે.
રાજકોટમાં બીજા દિવસે વેપારીઓનો વિરોધ, દુકાનો સજ્જડ બંધ કરી બંધ પાળ્યો
રાજકોટ (Rajkot) ના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભાંડેરીએ જણાવ્યું હતું કે, પડધરીના ફતેપરા (Fatepura) ગામમાં 102 અને કેરાળા ગામના 92 સિનિયર સિટીઝનો (Senior Citizen) એ વેક્સિન મુકાવી છે...બન્ને ગામડાની વસ્તી ઓછી હોવાથી શક્ય બન્યું છે. રાજકોટ જિલ્લામાં 1.80 લાખમાંથી 40 હજાર સિનિયર સિટીઝનોને વેક્સિન અપાઈ ચુકી છે. જોકે હજુ પણ અનેક ગામડાના સિનિયર સિટીઝનોને વેક્સિનેશન આપવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube