Gujarat Rain Forecast: રાજ્યમાં સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે. આજે સાંજ સુધીમાં રાજ્યના 93 તાલુકામાં મેઘ મહેર થઈ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના પાલનપુરમાં પોણા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વડથલી પાસે ડીપ પાણીમાં ગરકાવ થતા 15 ગામનો રસ્તો બંધ થઈ ગયા છે. તો શામળાજી પાસે કોઝવે ધોવાતા 50 થી વધુ ગામના લોકો અટવાયા હતા. જૂનાગઢના માંગરોળમાં ઘેડ પંથક બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા મગફળી, કપાસ સહિતના પાક નિષ્ફળ થયા છે. ખેડૂતોએ સહાય પેકેજની સરકાર પાસે માગ કરી છે. ત્યારે અગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 100.17 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં 155.36 ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 82.28 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં 107.47 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. 24/08/2022 ના રોજ સવારે 7.00 કલાકે પૂરા થતા ચોવીસ કલાકમાં ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસયો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 203 મીમી એટલે કે આઠ ઇંચથી વધુ જયારે મોરબી તાલુકામાં 138 મીમી, બેચરાજીમાં 124 મીમી અને રાધનપુર તાલુકામાં 121 મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.


આ પણ વાંચો:- રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણો શું કહ્યું સરકારે


આ ઉપરાંત વિસનગર તાલુકામાં 114 મીમી, ઇડર તાલુકામાં 120 મીમી, અને પાટણ તાલુકામાં 98 મીમી મળી કુલ 3 તાલુકામાં ચાર ઇંચ જેટલો, વિજાપુર તાલુકામાં 82 મીમી, સરસ્વતીમાં 90 મીમી, અમીરગઢમાં 89 મીમી, પોશીનામાં 89 મીમી, માણસામાં 89 મીમી, જોટાણામાં 84 મીમી અને હિમતનગરમાં 74 મીમી મળી કુલ 9 તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 49 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.


આ પણ વાંચો:- લોકો ઘરમાંથી બહાર નહતા નીકળી શકતા એવા સમયે આ લોકોએ વેચ્યું કોરોડોનું ડ્રગ્સ


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ફરી એકવાર વધ્યું છે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું ખુબ જ પાણીદાર રહ્યું છે. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ તો પડી ગયો છે. ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા સહીત રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામી ગયો હતો. જોકે વડોદરામાં વાદળો વચ્ચે હળવા વરસાદી ઝાપટાઓ પડ્યા હતા.


આ પણ વાંચો:- ફૂલ પૈસા વસૂલ પ્લાન! મેળવો 12 GB સુધી ડેટા, કિંમત 15 રૂપિયાથી શરૂ


હવામાન વિભાગ દ્વારા ફરી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેના કારણે ગુજરાતના ડેમ અને નદીઓમાં પાણીની મોટી આવક થઇ છે. આ વર્ષે પણ ગુજરાતના નદીનાળા છલકાયા છે. રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:- ઠગ્સ ઓફ હિંદુસ્તાન: કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી આ ઠગની કહાની, પૂણેથી પકડયો


હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. અગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube