લોકો ઘરમાંથી બહાર નહતા નીકળી શકતા એવા સમયે આ લોકોએ વેચ્યું કોરોડોનું ડ્રગ્સ
ગુજરાત ATS દ્વારા MD ડ્રગ્સ કેસમાં પકડવામાં આવેલા 6 આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી અન્ય કઈ જગ્યા પરથી ડ્રગનો કાળો કારોબાર ચલાવતા હતા? કાચો માલ ક્યાંથી આવતો હતો આમાં કોણ કોણ આવેલું છે?
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: વડોદરાના સાવલીમાંથી પકડાયેલ એમડી ડ્રગ્સની ફેક્ટરી બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ લોકડાઉન બાદ મુંબઈ અને રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને 150 થી 300 કિલો જેટલું તૈયાર MD ડ્રગ્સ વેચ્યાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે આરોપી મહેશ વૈષ્ણવના ઘરે તપાસ કરતા 50 લાખ રોકડ પણ કબ્જે કરવામાં આવ્યા છે.
ગુજરાત ATS દ્વારા MD ડ્રગ્સ કેસમાં પકડવામાં આવેલા 6 આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી અન્ય કઈ જગ્યા પરથી ડ્રગનો કાળો કારોબાર ચલાવતા હતા? કાચો માલ ક્યાંથી આવતો હતો આમાં કોણ કોણ આવેલું છે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ATS ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ATS ને તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી અલગ અલગ કડીઓ હાથ લાગી હતી અને ડ્રગ્સ કનેક્શન ક્યાં ક્યાં સુધી લંબાયું છે તે દિશામાં તપાસ કરતા ડ્રગ કનેક્શન મોરબી સુધી પણ લંબાયું હોવાનું બહાર આવ્યું છે.
સિન્થેટિક માદક પદાર્થ બનાવતા મહેશ ધોરાજીના કહેવાથી આરોપી દિલીપ વઘાસિયા સહઆરોપી પિયુષ પટેલ પહેલેથી જ પાર્ટનરશીપ કરી ડ્રગનો કાળો કાળો બહાર ચલાવતા અને મોરબી ખાતેની એક કેમિકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક કરાવી પિયુષ પટેલ મહેશ ધોરાજી સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કરેલ હતું.
અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવા માટેની પ્રક્રિયા કુલ 7 સ્ટેજથી હોય છે. જે પૈકી આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજ પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ હતી. જેના પરિણામ સ્વરૂપે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જોફીનાલ બનાવવા આવ્યું. જે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં પડેલ હોવાની માહિતી મળતા જ ગુજરાત ATSના અધિકારી સહિતની ટીમ ગત તારીખ 19 ઓગસ્ટના રોજ મોરબી ખાતે આવેલ સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
રેડ દરમ્યાન ATSની ટીમે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જો ફીનાલનો 1,700 કિલોગ્રામ જથ્થો અને 34,00,000 રિકવર કરી સિઝ કર્યા અને FSL ટીમને કેમિકલનું વૈજ્ઞાનિક પૃથકરણ માટે મોકલવામાં આવ્યું છે.
મહત્વનું છે કે ઘરેથી તપાસ દરમિયાન રોકડ 50 લાખ રૂપિયા ગુજરાત ATS ની ટીમે તપાસ કરતાં કબજે કર્યા છે. ત્યારે મુંબઈનો ડ્રગ માફિયા ઇબ્રાહિમ હુસેન ઓડિયા અને 150 થી 200 કિલો જેટલું જ વેચ્યા હોવાનું સામે આવી છે. ત્યારે રાજસ્થાનના ડ્રગ માફિયા જાવેદને પણ 100 કિલો જેટલુ ડ્રગ આ ફેક્ટરીમાંથી બનાવીને મોકલી આપવામાં આવ્યું હતું મહત્વનું છે કે 1 કિલો ₹ 4.5લાખ રૂપિયામાં વેચ્યું હોવાનું પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબુલ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે