ચોટીલામાંથી ઝડપાયું 1000 કિલો લીલા ગાંજાનું વાવેતર
સુરેન્દ્રનગર કંટ્રોલને જાણ કરતા એલ.સી.બી. અને એસ.ઓ.જી ધટનાસ્થળે પહોંચી ખેરડી ગામે તપાસ કરતા લિલા ગાંજાનું વાવેતર મળી આવેલું અને કેટલા કિલો અને કેટલી કિમંતનો જથ્થો થશે તે તપાસ અને ગણતરી બાદ જ કિંમત આંકી શકાશે.
સચીન પીઠવા, સુરેન્દ્રનગર: ચોટીલા પંથકમાંથી આશરે 1000 કિલો લીલા ગાંજાનું વાવેતર રાજકોટ એસ.ઓ.જી ટીમે ઝડપી પાડ્યું છે. આ માહીતી સુરેન્દ્રનગર કંટ્રોલને જાણ કરતા એલ.સી.બી. અને એસ.ઓ.જી ધટનાસ્થળે પહોંચી ખેરડી ગામે તપાસ કરતા લિલા ગાંજાનું વાવેતર મળી આવેલું અને કેટલા કિલો અને કેટલી કિમંતનો જથ્થો થશે તે તપાસ અને ગણતરી બાદ જ કિંમત આંકી શકાશે. ત્યારે હાલ આ પાકની કેવી રીતે વાવણી કરવામાં આવી અને અન્ય કોઇ જગ્યાએ વાવેતર કરવામાં આવ્યું છે. તે દીશામાં વધુ તપાસ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વધુમાં વાંચો: કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હિલચાલ?
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામેથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર એસ.એમ.ખત્રી, નાયબ પોલીસ કમિશનર ઝોન-1 ના રવિ સૈની, ઝોન-2 ના મનોહરસિંહ જાડેજા, ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર જયદીપસિંહ સરવૈયા, એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબઇન્સ્પેક્ટર તથા પોલીસ કોસ્ટબલ સ્ટાફે ખાનગીમાં મળેલી બાતમીના આધારે જીલાભાઈ લીંબાભાઈ ચૌહાણ (ઉ.50) GJ.EJ.3996 નંબરની CD ડિલક્ષ બાઇક પર ચોટીલાથી કુવાડવા તરફ આવતા હોય અને તેઓની પાસે માદક પદાર્થનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
વધુમાં વાંચો: લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ, ઉમેદવારોને મળશે આ સુવિધા
બાતમીના આધારે કુવાડવા ગામ પાસે આવેલી રાધે હોટલ નજીકમાં વાહનની વોચમાં રહેતા આ ઈસમ CD ડિલક્ષ બાઇક લઈને આવતા જેની પાસેથી અંદાજીત 1 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ ઈસમની પૂછપરછ કરતા આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામે રહેતા મુનિબાપુ નામના વ્યક્તિએ આપ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ ઈસમે જણાવેલા સ્થળપર રૂબરૂ લઇ જવાતા તે ખેરડી ગામે બતાવેલ જગ્યા પર અંદાજે 1000 કિલો લીલા ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. જે અંગેના દરોડા રાજકોટ એસ.ઓ.જી.ની ટીમે કર્યાનું બહાર આવ્યું છે.
વધુમાં વાંચો: દારૂની મહેફિલ માણતા હતા કોંગ્રેસના કાર્યકર્તા, પોલીસે કરી 5ની અટકાયત
આ માહિતી સુરેન્દ્રનગર કંટ્રોલને જાણ કરતા એલ.સી.બી અને એસ.ઓ.જી ધટનાસ્થળે પહોંચી ખેરડી ગામે તપાસ કરતા વાલજિભાઇ વસરામભાઇ બાવળિયાએ તેની વાડીમા લિલા ગાંજાનું વાવેતર કર્યું હતું. જેમાં 201 જેટલા ગાંજાના છોડ જે 7થી 9 ફુટનાં મળી અવ્યા અને કેટલા કિલો અને કેટલી કિંમતનો જથ્થો થશે તે તપાસ અને ગણતરી બાદ જ સાચી કિંમત જાણી શકાશે. ત્યારે હાલ આ પાક કેવી રીતે વાવણી કરવામા આવી અન્ય કોઈ જગ્યાએ આ વાવેતર કરવામાં આવ્યુ છે તે દીશામા તપાસ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.