આનંદો! ગુજરાત સરકારે બહાર પાડી આંગણવાડીમાં 10,000થી વધુની ભરતી, જાણો છેલ્લી તારીખ, અરજીની પ્રક્રિયા
Gujarat Anganwadi Bharti 2023: રાજ્યમાં 10 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 8 નવેમ્બર 2023ના રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે.
Gujarat Anganwadi Bharti 2023: ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 10 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 8 નવેમ્બર 2023ના રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ બે વિભાગમાં કરે છે કામ
અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે. ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, દ્વારા આંગણવાડી કામગાર, સહાયહક અને સુપરવાઈઝર પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. એક WCD (Woman and Child Development Department) અને બીજો ICDS (Integrated Child Development Services) છે. WCD વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે. જયારે ICDS બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, આંગણવાડીઓ અને શિક્ષણલક્ષી કામગીરી કરે છે.
નોકરીની વિગતો
- ICDS શાખા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓ પર ભરતી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.
કુલ જગ્યાઓ
- આંગણવાડી કાર્યકર- 3421
- આંગણવાડી તેડાગર- 7079
અરજી ચાલુ થવાની તારીખ- 08/11/2023
- અરજી કરવાની છેલ્લી તારીખ- 30/11/2023 રાત્રે 12.00 કલાક સુધી
શૈક્ષણિક લાયકાત
- ધો. 10 અને 12 પાસ. શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નોટિફિકેશન વાંચવી આવશ્યક છે.
આ પોસ્ટ માટે વય મર્યાદા
આંગણવાડી કામગાર:
- આ પોસ્ટ માટેની ઓછામાં ઓછી શૈક્ષણિક યોગ્યતા ધોરણ-10 પાસ છે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ છે.
આંગણવાડી સહાયક:
- આ પોસ્ટ માટેની ઓછીમાં ઓછી શૈક્ષણિક યોગ્યતા ધોરણ-8 પાસ છે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ છે.
આંગણવાડી સુપરવાઇઝર:
- આ પોસ્ટ માટેની ઓછીમાં ઓછી શૈક્ષણિક યોગ્યતા ધોરણ-12 પાસ છે. ઉંમર મર્યાદા 21થી 40 વર્ષ છે.
પગારધોરણ
- આંગણવાડી કાર્યકર- Rs. 7800
- આંગણવાડી તેડાગર- Rs. 3950
- મીની આંગણવાડી કાર્યકર- Rs. 4400
ગુજરાત આંગણવાડી ભરતી 2023 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટhttps://e-hrms.gujarat.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો