અમદાવાદ : સરકારી નોકરીઓ માં ખોટા દસ્તાવેજોથી નોકરીના કૌભાંડનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ખોટા પ્રમાણપત્રો સાથે અનેક લોકો નોકરીમાં જોડાઇ પણ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પશુધન વર્ગ-3 અને મલ્ટી પર્પઝ હેલ્થવર્કરની પરીક્ષામાં ખોટા પ્રમાણપત્રો રજુ કરીને નોકરી પર પણ લાગી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બિનકાયદેસર ડિગ્રીઓ મેળવનારા અને તેમને આવી ડિગ્રીઓ આપનારા લોકોને ભાજપની જ સરકાર છાવરી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એકવાર ઠંડીનો માર સહન કરવો પડશે, હવામાન ખાતાની આંચકાજનક આગાહી


કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર પાસે ખોટા પ્રમાણપત્રો અને માર્કશીટ અંગેની સંપુર્ણ માહિતી છે. સરકામાં બેઠેલા લોકો જ આ કૌભાંડને થવા દે છે. ખોટા પ્રમાણપત્રોથી 10 હજાર લોકોએ નોકરી મેળવી. સરકારમાં બેઠેલા લોકો જ આ કૌભાંડને થવા દે છે. રાજ્યવ્યાપી કૌભાંડ માં કમલમથી દોરી સંચાર કરવામાં આવી રહ્યો છે. ખોટા પ્રમાણપત્ર થી ચાલતા ભરતી કૌભાંડ માં સરકાર તપાસ નથી કરતી અને આંખ આડા કાન કરી રહી છે. મોરબી જિલ્લા પંચાયત, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કૃષિ યુનિવર્સીટી, પશુ નિરીક્ષક ની ભરતીમાં ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રોથી નોકરીઓ મેળવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube