શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ગુજરાતમાં ફરી એક વાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં એક સાથે 105 અનુસુચિત જાતના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તો મહિલાઓ સન્માન સહીત દલિતો પર થતા અત્યાચારણે લઈને ધર્માંતરણ થયું હોવાણે લઈને વહીવટી તંત્રે પણ ચુપકીદી સાધી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં અગાઇ કાલે એક જાહેર કાર્યક્રમમાં 105 અનુસુચિત જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. ઇડર તાલુકાના જુદા જુદા ગામોના 105 મહિલાઓ અને પુરુષોએ હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. સ્થાનિક ગામોના મંદિરમાં અનુસુચિત જાતિના લોકોની પ્રવેશબંધી, દલિતો પર થતા અત્યાચાર સહિતના બનાવોને લઈને આ લોકો બૌદ્ધ ધર્મમાં જોડાયા છે. તો અરવલ્લી જીલ્લાના ખંભીસરના પણ કેટલાક લોકોએ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે, તો આ ઉપરાંત અન્ય અધિકારીઓ પણ બૌદ્ધ ધર્મની વિજયા દશમીના દિવસે જ દીક્ષા લીધી છે.


ગઢડા: સ્વામી મંદિરમાં નવો વિવાદ આવ્યો સામે, પૂજાની ઓરડીને તાળા મારતા હોબાળો


મહારાષ્ટ્રમાં થયેલ દલિત બાળકની હત્યા, અરવલ્લી જીલ્લાના ખંભીસર ગામમાં દલિત યુવાનનો વરઘોડો રોકવાની ઘટના સહિતની આવી અનેકો ઘટનાઓ બાદ આ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની મંજુરી નાયબ કલેકટર પાસે માંગી હોવાનો તેમણે દાવો કર્યો છે. નોધનીય છે કે, આ બાબતે જ્યારે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને પૂછવામાં આવ્યું તો તેમણે ભારત બિન સાંપ્રદાયિક દેશ હોવાની વાતો આગળ ધરી દીધી અને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા.


અમદાવાદની ફેમસ સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલ ફૂડમાંથી નીકળ્યો વંદો


ભાજપના મોટાગજાના નેતા અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ એવા રમણલાલ વોરાનો આ વિસ્તાર છે. હાલના ધારાસબ્ય હિતુ કનોડિયા અને રમણલાલ વોરા પણ અનુસુચિત જાતી સમાજમાંથી આવે છે. ત્યારે આ બંને નેતાઓએએ લોકોને મળીને એમના પ્રશ્નો જાણવા જોઈએ. કતા સંજોગોમાં એ લોકોએ ધર્મ પરિવર્તન કરવું પડ્યુંએ જાણવું જોઈએ. જો કે, ધારાસભ્ય હિતુ કનોડિયા આ જાણવાની જગ્યાએ ભારતના બંધારણની દુહાઈ દઈને છટકી ગયા. તો સાબરકાંઠા વહીવટી તંત્રે પણ આ મામલે ચુપકીદી સાધી લીધી છે.


જુઓ LIVE TV :