મૌલિક ધામેચા/અમદાવાદ :હોળી (Holi 2020) નો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે આ વર્ષે 108 (108 Emergency) દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત અને અમદાવાદ જેવા મોટા શહેરો માટે આ એક્શન પ્લાનને અમલમાં મૂકવામાં આવનાર છે. જેના માટે 587 એમ્બ્યુલન્સથી 20 વધારે એમ્બ્યુલન્સ 108 તૈનાત કરવામાં આવનાર છે. 


રાજકોટ મહાનગરપાલિકાના યશ બેંકમાં અટકેલા કરોડો રૂપિયા અંગે શું કહ્યું નીતિન પટેલે....?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં અને ગુજરાતમાં હોળીનો તહેવાર ઉજવાય છે. ત્યારે કોઈ મોટી ઘટના કે ઇમર્જન્સી આવી પડે તે માટે 108 દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 587થી વધુ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. તો સાથે અમદાવાદમાં જ્યાં આ તહેવાર મોટાપાયે ઉજવવામાં આવે છે. ત્યાં 20થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક 108 એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના 2 લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ 108ના સ્ટાફને તૈનાત કરવામાં આવશે તેવું ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું. 


જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, આ જાહેર રજાઓ દરમિયાન ખાનગી હોસ્પિટલમાં પણ રજા હોય છે. જેથી વધારે સ્થળોએ 108 હાજર રહે છે. ખાસ કરીને રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આ 2 દિવસ દરમ્યાન વધુ કોલ આવે છે. તેના માટે અમે અત્યારથી તૈયારી કરી લીધી અને ત્યાં ખાસ નજર રાખવામાં આવશે. બીજી બાજુ આ બે દિવસ દરમ્યાન ઈમરજન્સીમાં 5 થી 16 ટકા સુધીનો વધારો થાય તેવો અંદાજ છે.


ગત વર્ષો કરતા આ વખતે આધુનિક સાધનો અને મેડિકલ ટીમ સાથે 108 ખડેપગે રહેશે. સમગ્ર રાજ્યમાં લોકેશન અને વિસ્તાર પસંદ કરી ત્યાં 108ને ડિપ્લોય કરવામાં આવશે. ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારમાં વિકલ્પોમાં અને ટ્રાયબલ એરિયામાં એસોલ્ટ કેસો વધતા હોય છે. સામાન્ય દિવસોમાં 108 ઈમરજન્સીને ત્રણેક હજાર જેટલા કોલ મળતા હોય છે, જે હોળીના દિવસે છ ટકા જેટલો વધારો જોવા મળે છે અને ધૂળેટીના દિવસે સો ટકા જેટલો વધારો જોવા મળતો હોય છે. પોલીસ તંત્ર અને હોસ્પિટલ સાથે સંકલન કરી 108 ને વિશ્વાસ છે કે આ વખતે હોળી સલામત રીતે ગુજરાતના લોકો ઉજવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...