ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ઉઠી માગ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સહિત તમામને પત્ર લખીને માસ પ્રમોશન આપવાની માગણી કરવામાં આવી છે.
હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સહિત તમામને પત્ર લખીને માસ પ્રમોશન આપવાની માગણી કરવામાં આવી છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નપાસ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ કે જેમને ઓનલાઇન પરીક્ષાના ફોર્મ ભર્યા છે. જોકે હવે કોરોનાને કારણે પૂરક પરીક્ષા યોજી શકાય તેવી સ્થિતિ નથી.
CBSE દ્વારા પણ પરીક્ષા નહીં આપી શકનાર વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની વાત કરી છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે ગત 24 માર્ચે ગુજરાતના વિદ્યાર્થીઓ અંગે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જાહેરાત કરાઈ હતી કે, હાલ તમામ શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવામાં આવશે. ધોરણ 1 થી 8 અને 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube