સાબરકાંઠા/મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 350-400 જેટલા કેસ સામે આવી રહ્યાં છે. તો સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાબરકાંઠામાં આજે નવા 11 તો મહેસાણામાં 2 કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારબકાંઠામાં અત્યાર સુધી 90 કેસ નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં નવા11 કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે. વલાડી તાલુકામાં એક દિવસમાં પાંચ કેસ સામે આવ્યા છે. કજેરી, ડોભાડામાં એક-એક, દાંત્રોલીમાં બે કેસ અને પોશીના તાલુકામાં બે ભાઈઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં અત્યાર સુધી 90 કેસ સામે આવ્યા છે. જેમાં 20 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 64 છે. 


કડીમાં વધુ બે કેસ નોંધાયા
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. કડીમાં રહેતા એક વ્યક્તિ અમદાવાદમાં ફાર્મા કંપનીમાં કામ કરે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક મહિલાનું અન્ય બીમારી સાથે ગાંધીનગર મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું, તેમનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ 88 કેસોમાંથી 52 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. 


બાળકોમાં જોવા મળતા રેરેસ્ટ ઓફ ધી રેર કેસ સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ કરતા સિવિલના તબીબો


શું છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ
સમગ્ર ગુજરાતમાં કોરોનાની વાત કરવામાં આવે તો સંક્રમિતોની સંખ્યા 14 હજારને પાર પહોંચી ગઈ છે. માત્ર અમદાવાદમાં જ 10 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તો રાજ્યભરમાં અત્યાર સુધી કોરોનાને કારણે 858 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ 6412 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV