જાણો ગુજરાત પોલીસમાં આ એક વર્ષમાં કયા 11 આઈપીએસ અધિકારી થશે નિવૃત્ત
રાજ્યમાં એકસાથે 11 જેટલા આઈપીએસ અધિકારીઓ નિવૃત્ત થતાં અન્ય અધિકારીઓને મળશે બઢતીનો લાભ, ડીજી કક્ષાથી માંડીને ડીસીપી કક્ષા સુધીના 11 અધિકારીઓ આ વર્ષે નિવૃત્ત થવા જઈ રહ્યા છે
ઉદય રંજન/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષો બાદ એક સાથે એક જ વર્ષમાં 11 આઈપીએસ ઓફીસર નિવૃત્ત થઇ રહ્યા છે. વર્ષ 2019માં ડીજી કક્ષાથી માંડીને ડીસીપી કક્ષા સુધીના કુલ 11 અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. રાજ્યમાં એકસાથે 11 જેટલા આપીએસ અધિકારકીની નિવૃત્તીથી અન્ય અધિકારીઓને ફાયદો પણ મળી શકે છે અને પ્રમોશન પણ આવી શકે છે.
જાન્યુઆરી 2109થી ડિસેમ્બર 2019 સુધીમાં કુલ 11 IPS અધિકારી નિવૃત્ત થવાના છે, જેના કારણે ગુજરાત પોલીસને અનુભવી અધિકારીઓની મોટી ખોટ પડશે.
જૂણો કોણ-કોણ નિવૃત થઇ રહ્યું છે
- જે.કે.ભટ્ટઃ એડીડીજી કક્ષાના અધિકારી, જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થયા.
- તિર્થ રાજઃ ડીજી કક્ષાના અધિકારી, જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થયા.
- મોહન ઝાઃ ડીજી કક્ષાના અધિકારી, હાલ ગુજરાત રાજ્ય જેલ વિભાગના વડા, જુલાઈ મહિનામાં થશે નિવૃત્ત.
- સતિષ શર્માઃ ડીજી કક્ષાના અધિકારી, હાલ સુરત પોલીસ કમિશનર છે, ઓગષ્ટ મહિનામાં નિવૃત્ત થશે.
- વી.એમ.પારઘીઃ એડીડીજી કક્ષાના અધિકારી, જુનમાં સેવાનિવૃત્ત થશે.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે રોજગાર મેળવવો હોય તો આ કોર્સમાં જોડાઓ
જેસીપી કક્ષાના અધિકારી
એસ.એસ.ત્રિવેદી, આર.જે સવાણી અને સિધ્ધાર્થ ખત્રી, ત્રણેય અધિકારી 2019માં નિવૃત્ત થઈ રહ્યા છે.
એસએસપી કક્ષાના અધિકારી
આર.એસ ભગોડા, આર.જે. પારઘી, તેઓ પણ આ વર્ષે સેવાનિવૃત્ત થશે.
ચોરાયેલા પાકિટ અને મનહરભાઈની સેવા... જાણો શું છે હકિકત
એસપી કક્ષાના અધિકારી
જી.વી. બારોટ, એપ્રિલ મહિનામાં નિવૃત્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 8 થી વધુ ડીજી કક્ષાના અધિકારી ફરજ પર હતા. આ વર્ષે ત્રણ ડીજી કક્ષાના અધિકારી નિવૃત્ત થશે ત્યારે અન્ય અધિકારીઓને બઢતીનો લાભ મળી શકે છે.