ધોળકામાં એક સાથે 11 LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, મોટી જાનહાની ટળી
ધોળકા તાલુકાના સરગવાળા ગામે એક સાથે 11 LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી
ઉદય રંજન/ મૌલિક ધામેચા, અમદાવાદ: ધોળકા તાલુકાના સરગવાળા ગામે એક સાથે 11 LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે આ ઘટનામાં બે ઘર બળીને ખાખ થઇ ગયા હતા અને પરંતુ બે લોકોને સામન્ય ઇજા પહોંચી હતી.
વધુમાં વાંચો: કોંગ્રેસે વધુ એક યાદી બહાર પાડી, મહેસાણાથી એ.જે પટેલને મળી ટિકિટ
અમદાવાદ નજીક આવેલા ધોળકા તાલુકના સરગવાળા ગામે આજે સવાલે એક સાથે 11 LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. જેના કારણે ગામના લોકોમાં દોડભાગ મચી ગઇ હતી. આ ગેસ સિલિન્ડરના બ્લાસ્ટથી ગામના લોકો થોડા સમય માટે ભયભીત પણ થઇ ગયા હતા. જોકે, સમયસૂચકતાએ ગ્રામજનોએ તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
વધુમાં વાંચો: મોરબીના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા આજે ભરશે ઉમેદવારી પત્ર
આ આગમાં કુલ બે ઘરો બળીને ખાખ થઇ ગયા હતા અને બે લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી. જોકે જાનહાનીના કોઇ સમાચાર મળ્યા નથી. ત્યારે સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી કે, આ આગ કયા કારણોસર લાગી હતી. એક સાથે આટલા બધા ગેસ સિલિન્ડર કેમ એક જ જગ્યા પર રાખવામાં આવ્યા હતા અને કોના ગેસ સિલિન્ડર હતા.