તૃષાર પટેલ/ વડોદરા: એક તરફ લોકસભાની ચૂંટણી માથે આવી છે. વહીવટી તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં મતદાન થાયએ મુજબનું આયોજન પણ કરી રહ્યું છે. તેવા સમયે વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલ અગિયાર જેટલી સોસાયટીના રહીશો દવારા પ્રાથમિક સુવિધા નહિ મળવાને કારણે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ સોસાયટીઓમાં રહેતા પાંચ હજારથી વધુ મતદારો ચૂંટણીમાં મતદાન નહીં કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણી ટાણે પોતાના વિસ્તારમાં વિકાસના કામો થયા ન હોવાને કારણે કલાલી વિસ્તારમાં આવેલ અગિયાર જેટલી સોસાયટીમાં છેલ્લા સાત વર્ષથી રહેતા નાગરિકોએ મતદાન નહિ કરવાનો સંકલ્પ લીધો છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં વહીવટી તંત્ર ઊનું ઉતર્યું હોવાના કારણે રહીશો આ પ્રકારનો બહિષ્કાર કરી રહ્યા છે. મહત્વનું છે કે કલાલી વિસ્તારમાં આવેલી આ તમામ સોસાયટીમાં પીવાનું પાણી,રોડ રસ્તા,ભૂગર્ભ ગટર લાઈન સહિત પાયાની સુવિધાઓ હજી સુધી આ રહીશોને મળી નથી.


અમદાવાદ : ગરમીનો લાભ લઈને ભાજપી કાર્યકર્તાઓએ કર્યો હટકે સ્ટાઈલમાં પ્રચાર


વારંવાર રહીશો દ્વાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં આ વિસ્તારનો વિકાસ અધુરો રહ્યો છે.પાલીકા અને વુડાની હદમાં સેન્ડવીચ બનેલ આ સોસાયટીના રહીશોએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી,વુડાના અધ્યક્ષ, પાલિકાના મેયર સહિત કલેકટરને લેખિત મૌખિક રજુઆત કરી હતી. આજ પર્યન્ટ તેઓની રજુઆત ને તંત્રે ધ્યાને નહીં લેતા આ વિસ્તારની સોસાયટીના રહીશો મતદાન કામગીરીથી અળગા રહેશે. લોકસભા ચુંટણી જાહેર થઈ છે અને હાલ વિકાસનાં મુદ્દે જ ચુંટણી લડાઇ રહી છે.



જનતા પણ વિકાસને જોઇને જ વોટ આપવો કે નહીં તે નક્કી કરશે. ત્યારે વડોદરામાં કલાલીની આસપાસ નવાં વિકસતા વિસ્તારોમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત આ રહીશો નેતાઓને સબખ શીખવવાનાં મૂડમાં છે. શહેરના કલાલી વિસ્તારમાં આવેલી સહજાનંદ, વેદાંત, ડીવાઇન, વિક્ટોરિયા ગ્લોરી સહિત 15 જેટલી સોસાયટીઓ 5 વર્ષથી બની હોવાં છતાં તંત્રએ રહીશોને પ્રાથમિક સુવિધાઓ પુરી નથી. અનેએ જ કારણો માટે અહીંનાં 10 હજાર જેટલાં નારાજ રહીશોએ આ વખતે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સોસાયટીના નાગરિકોએ મન બનાવી લીધું છે કે 'કામ નહીં તો વોટ નહીં.