અમદાવાદ : ગરમીનો લાભ લઈને ભાજપી કાર્યકર્તાઓએ કર્યો હટકે સ્ટાઈલમાં પ્રચાર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ સંપૂર્ણ બની ગયો છે. રાજકીય પક્ષોએ પોતપોતાના પ્રચાર પણ શરૂ કરી દીધા છે અને પ્રચાર માટે તેઓ અવનવા કીમિયા અપનાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના મણિનગર નગર વિસ્તારમાં એક અનોખી રીતે પ્રચાર સામે આવ્યો છે. જેમાં અમદવાદની ગરમીના સહારે ભાજપના કાર્યકરોએ પક્ષનો પ્રચાર શરૂ કર્યો છે.
અમદાવાદ : ગરમીનો લાભ લઈને ભાજપી કાર્યકર્તાઓએ કર્યો હટકે સ્ટાઈલમાં પ્રચાર

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ સંપૂર્ણ બની ગયો છે. રાજકીય પક્ષોએ પોતપોતાના પ્રચાર પણ શરૂ કરી દીધા છે અને પ્રચાર માટે તેઓ અવનવા કીમિયા અપનાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના મણિનગર નગર વિસ્તારમાં એક અનોખી રીતે પ્રચાર સામે આવ્યો છે. જેમાં અમદવાદની ગરમીના સહારે ભાજપના કાર્યકરોએ પક્ષનો પ્રચાર શરૂ કર્યો છે.

અમદાવાદના મણિનગર વિસ્તારના સ્થાનિકો દર વર્ષ ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા વિસ્તારમાં મૂકતા હોય છે. આ વખતે મણિનગરના ભાજપના કાર્યકર્તા અને સ્થાનિકોએ આ પાણીના કુંડામાં એક વિશેષતા લાવ્યા છે, જેમાં પાણીના કુંડા પર ચૂંટણીલક્ષી વાક્યો લખવામાં આવ્યા છે. પક્ષીઓના કુંડા પર નમો અગેઇન, ભાજપ 350+ તેમજ બધા 100% મતદાન કરે એવા પ્રકારના વાક્યો લખવામાં આવ્યા છે.

આ સ્થાનિકો દર વર્ષે આ પ્રકારે પાણીના કુંડાનું વિતરણ કરતા હોય છે. પરંતુ આ વખતે ચૂંટણીને ધ્યાને રાખીને આ નવતર પ્રયોગ અપનાવ્યો છે. સ્થાનિકોએ આ પ્રકારના 200 કુંડા બનવ્યા છે. જે માણિનગર વિસ્તારની અલગ અલગ સોસાયટીમાં મૂકવામાં આવશે અને ત્યાર બાદ હજુ પણ નવા કુંડા લાવી આ પ્રકારે પેઈન્ટ કરીને મૂકાશે.

રાજકીય પક્ષો પ્રજાને રીઝવવા માટે ચૂંટણી પહેલા અવનવા નુસખા આપનાવતા હોય છે, ત્યારે હવે પરિણામ શું આવે છે એ જોવું રહ્યું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news