રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં કોંગો ફિવરે ફરીથી માથુ ઊંચક્યું છે. પશુઓને કારણે ફેલાતા આ રોગના ઝપેટમાં હાલ અનેક લોકો આવી રહ્યાં છે. અત્યાર સુધી આ ફિવર 3 લોકોનો ભોગ લઈ ચૂક્યુ છે. ત્યારે કોંગો ફિવરના વધુ 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામ દર્દી હળવદના છે. તમામ 11 દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 


ગણેશ ચતુર્થી પહેલા જામનગરમાં ચમત્કાર થયો, વૃક્ષમાં ગણેશજી દેખાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીંબડી બાદ હળવદમાં કોંગો ફિવર પહોંચ્યો
અત્યાર સુધી કોંગો ફિવર લીંબડી ગામમા જોવા મળ્યો હતો. તો હવે આ ફિવર હળવદમાં પહોંચ્યો છે. માળીયા હળવદ રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા મજુરોમાં કોંગો ફિવરના લક્ષણો દેખાયા છે. આ 11 દર્દીઓના શંકાસ્પદ કેસ નોંધાયા છે, તે તમામ હળવદના વતની છે. તમામના રિપોર્ટ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં તમામની હાલત સ્ટેબલ છે. 


સૌરાષ્ટ્રમાં કોંગો ફિવરનો કહેર
સૌરાષ્ટ્રમાં કોંગો ફિવરનો કહેર જોવા મળ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 દિવસથી કોંગો ફિવરના શંકાસ્પદ કેસ નોંધાઈ રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેસન વોર્ડમાં આ તમામ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 33 દર્દી શંકાસ્પદ કેસ છે, જેમાં 11 રાજકોટ અને 22 મોરબી સિવિલમાં સારવાર હેઠળ છે. દર્દીઓના લોહીના નમૂના પુના મોકલવામાં આવ્યા છે. આગામી 3 દિવસમાં રિપોર્ટ આવશે.


વડોદરામાં ગણેશ મહોત્સવમાં કરંટ લાગતા યુવકનું મોત, હાઈટેન્શન વાયરમાંથી કરંટ ટેમ્પામાં બેસેલા રાહુલ સુધી પહોંચ્યો 


મોરબીમાં બે કેસ પોઝિટીવ નીકળ્યા
મોરબી જિલ્લામાં પણ કોંગો ફિવરના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આસ્થી ટેકનો પ્લાસ્ટના કુલ ત્રણ મજુરોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, હાલ બે મજુરોને અમદાવાદ વીએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 



ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોંગો વાયરસથી દર્દીઓના થયેલા મોતને લઈ રાજ્ય સરકાર ચિંતિત બની છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ મામલે દોડતા થયા છે. તેમણે કેબિનેટ બેઠકમાં કોંગો વાયરસની સમગ્ર સ્થિતિ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને હાલની સ્થિતિ અને આરોગ્ય વિભાગે લીધેલા પગલા તથા એક્શન પ્લાન વિશે બ્રિફ કર્યું હતું.  


સુરેન્દ્રનગરના લીંબડી ગામે વાયરસ વકર્યો 
લીંબડી તાલુકાના ઝામડી ગામે કોંગો ફીવરનો કેસ નોંધાતાં આરોગ્ય ટીમના ગામમા ધામા કર્યા છે. થોડા સમય પહેલા આ ગામમાં કોંગો વાયરસથી બે મહિલાઓના મોત થયા હતા. તેમજ એક મહિલાનો લેબોરેટરી રિર્પોટ કરાવતા કોંગો ફીવર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તંત્રએ સક્રિય બનીને તાત્કાલિક આ મામલે સમગ્ર ઝામડી ગામમાં દવાના છંટકાવ સાથે ફોગિંગ કરાવ્યું હતું. તેમજ ગામમાં આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ આ બાબતે ડીડીઓ, ટીડીઓ, આરોગ્ય અધિકારી, પશુ ડોકટર સહિતના કાફલાએ ગામની મુલાકાત લીધી અને રોગચાળો અટકાવવા ગામ લોકો સાથે જાગૃતા લાવી ને કરી ગંદકી દૂર કરવા અને અન્ય આરોગ્યને લગતાં સલાહ સૂચન કર્યા છે.