• શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે દિવાળીનો ભવ્ય મહોત્સવ યોજાયો. 

  • ચૈતન્ય હનુમાનજી મંદિર તથા કાલભૈરવ મંદિરના પરિસરમાં 11000 દીપક પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામા આવી


દિનેશ ચંદ્રવાડિયા/ધોરાજી :ગુજરાતના ખૂણે ખૂણે દિવાળીની ઉજવણી અનેરા ઉત્સાહથી કરવામાં આવી રહી છે. કોરોનાકાળ છતા પણ લોકોનો ઉત્સાહ ઓછો થયો છે. આ દિવાળી (Diwali 2020) એ અનેક લોકો ફટાકડાથી દૂર રહ્યા છે, પણ દીવા પ્રગટાવીને દિવાળી ઉજવી રહ્યા છે. ત્યારે ધોરાજીના ચૈતન્ય હનુમાનજી મંદિરમાં 11000 દિવડા પ્રગટાવાયા હતા. દીવાથી મંદિરમાં ઝગમગાટ ફેલાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરાજી શહેરમાં જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે દિવાળીનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો. જ્યાં આશ્રમના બટેશ્વર મહાદેવ, ચૈતન્ય હનુમાનજી મંદિર તથા કાલભૈરવ મંદિરના પરિસરમાં 11000 દીપક પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામા આવી હતી.


 આ પણ વાંચો :રાશિફળ 15 નવેમ્બરનો દિવસ એકસાથે 6 રાશિઓનું નસીબ ચમકાવશે



કોરોના મહામારીના સમયમાં સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં કોઇ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ આશ્રમના 11 સેવકોએ દિવાળીની ઉજવણીમાં કંઈ બાકી રાખ્યું ન હતું. 11 સેવકો દ્વારા મહાઆરતી સાથે સમગ્ર આશ્રમમાં 11000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. 



કોરોના વાયરસે જીવનથી લઈને મૃત્યુ સુધીની પરંપરાઓને બદલી નાંખી છે. તહેવારો પણ તેમાં બાકાત રહ્યા નથી. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તમારે દિવાળી ઉજવવાની રીત પણ બદલી દેવી જોઈએ. આ નવા બદલાવને તમે દિવાળી 2.0 પણ કહી શકો છો. આ દિવાળીને ઉજવવામાં તમારે બીજાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.