રાશિફળ : 15 નવેમ્બરનો દિવસ એકસાથે 6 રાશિઓનું નસીબ ચમકાવશે
નાણાકીય મામલાઓને ઉકેલવામાં કોઈ વ્યક્તિ મદદ કરી શકે છે. અચાનક કોઈ જૂના મિત્ર તમારી મદદ કરી શકે છે. અવિવાહીત લોકોના પ્રેમ સંબંધ મજબુત બની શકે છે. દાંપત્ય જીવનમાં ખુશી રહેશે
ઝી મીડિયા/બ્યૂરો :ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
મિથુન
સાથીના ફેસલા લેવામા આજે તમે મદદ કરશો. નાણાકીય મામલાઓનો ઉકેલ લાવવો પડશે. ધૈર્ય રાખો. મિત્રો સાથે સારો સમય પસાર થશે. રોજબરોજના કામો વધુ થઈ શકે છે. કોઈ જૂની દેવાદારી પણ ચૂકાવી શકો છો. કામકાજ પતાવવા માટે સમય વધુ લાગી શકે છે.
કર્ક
આજે કોશિશ કરશો તો અટવાયેલા કામો સાંજ સુધી પૂરા થઈ શકે છે. આમ કરવામાં કોઈ તમને મદદગાર પણ સાબિત થઈ શકે છે. જે તમને નવી શરૂઆત કરવાની તક આપશે. આજે તમે વાત કહેવામાં સફળ થઈ શકો છો. કોઈ વડીલની સલાહ કારગર નીવડી શકે છે.
સિંહ
સંબંધોની નવી શરૂઆત થઈ શકે છે. અવિવાહિત લોકોની સામે વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. કોઈ પણ કામ કરવા માટે મનથી તૈયાર રહો. ઓફિસમાં કોઈ વિષય પર તમારી સલાહ લેવાઈ શકે છે. મોટાભાગના કામો એકલા કરવા માંગશો.
કન્યા
કેરિયરમાં સફળતા માટે તમારા દિમાગમાં કોઈ ને કોઈ વિચાર ચાલતા રહેશે. નાણાકીય કોઈ અટવાયેલો મામલો ઉકેલાવવા માટે તમને બીજી તક પણ મળી શકે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આજે જ પતાવી લો. એક વારમાં એક જ કામ હાથમાં લો. નવો દોર પણ શરૂ થઈ શકે છે.
તુલા
દરેક વાતની ઊંડાઈમાં જવાની ઈચ્છા થઈ શકે છે. નોકરી બદલવાની ઈચ્છા હોય તો તે અંગે વિચાર કરો. બધુ મળીને કેરિયરમાં આગળ વધવા માટે નાના પગલાં લઈ શકો છો. મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. જૂના પડકારોમાંથી મુક્તિ પણ મળી શકે છે. બિઝનેસના મામલામાં પણ સમય સારો જઈ શકે છે.
વૃશ્ચિક
કોઈની મદદથી તમારા કામ પૂરા થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધાર થઈ શકે છે. પરિવારમાં કોઈ વિવાદ કે તણાવના ઉકેલ માટે દિવસ સારો સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલી અનબન કે સમસ્યાનો ઉકેલ આવી શકે છે. અધિકારીઓની મદદ મળી શકે છે. રોકાણ કે બચના કાર્યક્રમો ચાલુ રાખો. પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે.
ધન
તમારી મહત્વકાંક્ષા વધી શકે છે. સમજી વિચારીને બોલો. અટવાયેલા કાયદાકીય કામો પૂરા થઈ શકે છે. જમીન-સંપત્તિના ખાસ મામલાની પતાવટની કોશિશ કરશો. પરિવારની પણ મદદ મળી શકે છે.
મકર
તમારા લક્ષ્ય સ્પષ્ટ રહેશે. નાણાકીય કોઈ જૂના મામલા બાકી છે તો તેની પતાવટની કોશિશ કરો. પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા મળી શકે છે. નવાપણું મહેસૂસ થઈ શકે છે. મુસાફરીનો કાર્યક્રમ બની શકે છે. જવાબદારી વધવાના યોગ છે.
મેષ
જે કામ પૂરા કરવા અંગે તમે વિચાર્યું હશે તે આજે પુરા થશે. સિતારા તમારી ફેવરમાં રહેશે. કેટલાક નવા મિત્રો બનશે. સંબંધોમાં મજબુતાઈ આવી શકે છે. મિત્રોની મદદથી કેરિયરમાં આગળ વધશો. રોકાણ કે લેવડદેવડના કોઈ ખાસ મામલામાં સાવધાની રાખો. જાણકારોની સલાહ લો. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. જીવનસાથીની મદદ મળશે.
વૃષભ
આજે કઈંક એવું કરશો જેનાથી ખરચા ઓછા થશે. આસપાસની કોઈ નાની મુસાફરી થઈ શકે છે. સંતાન સંબંધે સુધાર થવાના યોગ છે. રોકાયેલા કામો માટે કોઈ અનુભવીની સલાહ લો. આસપાસના લોકો પાસેથી પણ મદદ મળી શકે છે. કરાયેલા કામોનો ફાયદો આવનારા દિવસોમાં મળશે.
કુંભ
આજે તમે પૂરેપૂરુ ધ્યાન ટારગેટ પર રાખો. કોઈ ખાસ કામની જવાબદારી મળી શકે છે. કોઈ ચાલુ કામ, રોકાણ, બિઝનેસ કે રોજગારને લઈને તમે ખાસ ફેસલા લઈ શકો છો. નવા અનુભવો માટે તૈયાર રહો. જૂના કામો પતાવવા માટે અને નવા કામો આગળ વધારવા માટે સમય યોગ્ય હોઈ શકે છે. દાંપત્ય જીવન સુખમય બની શકે છે. પ્રેમ સંબંધોમાં ઊંડાઈ વધી શકે છે.
મીન
નોકરી અને કારોબારમાં ફાયદો થઈ શકે છે. મજબુતાઈથી કામ કરો. તમારા લક્ષ્યની દિશામાં કોશિશ કરવાની શરૂઆત કરો. સમય સાથે રહો. જે થાય છે તેને થવા દો. તેનો વિરોધ ન કરો. તમારા ફાયદામાં જ રહેશે. નાણાકીય મામલાઓને ઉકેલવામાં કોઈ વ્યક્તિ મદદ કરી શકે છે. અચાનક કોઈ જૂના મિત્ર તમારી મદદ કરી શકે છે. અવિવાહીત લોકોના પ્રેમ સંબંધ મજબુત બની શકે છે. દાંપત્ય જીવનમાં ખુશી રહેશે.
Trending Photos