Corona Update: રાજ્યમાં નવા 1152 કેસ, 18 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 77.15%
નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 74390 પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2715 થઈ ગયો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1152 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 18 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ વધુ 977 દર્દીઓને રજા આપવામાં આવી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 74390 પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2715 થઈ ગયો છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 57393 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યનો રિકવરી રેટ 77.15% છે.
રાજ્યમાં મૃત્યુઆંક 2700ને પાર
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે છેલ્લી 24 કલાકમાં વધુ 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત જિલ્લામાં 5, વડોદરા શહેરમાં 2, રાજકોટ ગ્રામ્યમાં એક અને તાપીમાં એક દર્દીના મૃત્યુ થયા છે. નવા મોતની સાથે રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 2715 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરત શહેરમાં સૌથી વધુ 195 કેસ નોંધાયા ચે. અમદાવાદ શહેરમાં 147, વડોદરા શહેરમાં 93, સુરત ગ્રામ્યમાં 77, રાજકોટ શહેરમાં 59, રાજકોટ ગ્રામ્યમાં 36, અમરેલી અને ભાવનગર શહેરમાં 35-35, જામનગર શહેર અને પંચમહાલમાં 34-34, મહેસાણામાં 32, ગીર સોમનાથ, કચ્છ, સુરેન્દ્રનગર, વડોદરા ગ્રામ્યમાં 27-27 અને ભરૂચમાં 25, દાહોદમાં 21 તથા મોરબીમાં 21 કેસ સામે આવ્યા છે.
[[{"fid":"276856","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજ્યમાં આજની તારીખે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 14 હજાર 282 છે. જેમાં 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 14207 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 57 હજાર 393 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તો કોરોનાને કારણે 2715 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજની તારીખે 4 લાખ 94 હજાર 121 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube