અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશે
સુરત (Surat) માં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોના (Corona Virus) થી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના 12 તબીબો સુરતમાં ફરજ બજાવશે.
ચેતન પટેલ, સુરત: સુરત (Surat) માં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોના (Corona Virus) થી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના 12 તબીબો સુરતમાં ફરજ બજાવશે.
મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબ સુરતની કોવિડ 19 હોસ્પિટલ (Covid-19 Hospital) માં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદમાં જ કોરોનાનો પ્રકોપ વધુ જોવા મળતો હતો પરંતુ હવે સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના કેસ 41,906 થયા છે. જેમાં સુરતમાં કોરોનાના કુલ કેસ 7828 થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 220 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube