Flights Cancel સપના શર્મા/અમદાવાદ : વાતાવરણમાં પલટાને કારણે આખું અમદાવાદ શહેર અતિશય ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું છે. શહેરમાં ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી થઈ છે. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે તેની અસર વિમાની સેવા પર પણ પડી છે. ધુમ્મ્સને કારણે ફ્લાઈટ્સની અવર જવર ઉપર અસર પડી છે. જેથી ખરાબ વાતાવરણને પગલે અમદાવાદ એરપોર્ટ તરફ આવી રહેલી 12 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરાઈ છે. તેમજ 5 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધુમ્મ્સને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવર જવર ઉપર અસર પડી છે. ત્યારે ગાઢ ધુમ્મ્સને પગલે 30 જાન્યુઆરીની અત્યાર સુધીની 12 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. હૈદરાબાદ, પુણે, લખનઉ, ચેન્નાઇ, મુંબઈ તેમજ અન્ય જગ્યાઓએથી આવનારી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઈટને ધુ્મ્મસમાં લેન્ડિંગની સમસ્યા પડી હતી, જેથી તેને લેન્ડ કરી શકાઈ ન હતી. તો ધુમ્મ્સની અસર ફ્લાઈટના શિડ્યુલ પર પણ પડી છે. આ કારણે મોટાભાગની ફ્લાઈટ્સ ડીલે થઇ છે. જેને પગલે સ્થિતિ એવી છે કે, અમદાવાદ એરપોર્ટના વેઇટિંગ એરિયામાં મુસાફરોની ભીડ થઇ ગઈ છે. 


આ પણ વાંચો : 


રાજકોટમાં હાર્ટએટેકથી 2 યુવકના મોત : એકનું ક્રિકેટ અને બીજાનું ફૂટબોલ રમતા મોત થયું


ભાજપની ભરોસાની સરકારે 22 મો પાડો જણ્યો, પેપરલીક પર જિગ્નેશ મેવાણીએ સરકારને સંભળાવ્યુ


તો બીજી તરફ, ધુમ્મસને પગલે ફ્લાઈટ કેન્સલ કરવાની ફરજ પડી છે. જયપુર, મુંબઈ, પુણે, ભુવેશ્વર, નાસિક અને લખનઉથી અમદાવાદ આવનારી 6 ફ્લાઈટ્સ કેન્સલ થઇ છે. અમદાવાદથી ઉપડનારી મોટાભાગની ફ્લાઈટ્સ અત્યાર સુધી મોડી પડી છે. અમદાવાદથી ઉપડનારી આજની 5 ફ્લાઈટ્સ કેન્સલ થઇ છે. 


કમોસમી વરસાદને પગલે અમદાવાદનું વાતાવરણ છેલ્લાં ચાર દિવસથી પલોટાયું છે. જેની અસર વાહનવ્યવહાર પર પણ પડી છે. અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા SG હાઇવે ઉપર વાહન ચાલકોને વાહનો ચલાવવામાં હાલાકી પડી રહી છે. હાઈવે પર 50-100 મીટર બાદ વિઝિબિલિટી ઝીરો નોંધાઈ છે. લોકોને ધીમી ગતિએ વાહન ચલાવવા પડી રહ્યા છે. તો વાહનોની હેડ લાઈટ દિવસ દરમિયાન પણ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. 


આ પણ વાંચો : ગેરકાયદે ચાલતા કતલખાના પર હાઇકોર્ટનો મોટો આદેશ, કડક શબ્દોમાં કહ્યું કે...