રાજુ રૂપારેલિયા/દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં આભ ફાટ્યુ છે. અહીં બે કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો દિવસ દરમિયાન કુલ 17 ઇંચ વરસાદ પડ્યો છે. ભારેત વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. અનેક નદીઓ ગાંડીતુર બની છે. 
દ્વારકા બ્રેકિંગ ન્યૂઝ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે કલાકમાં 12 ઇંચ વરસાદ
જામ ખંભાળિયામાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી લઈને 17 ઇંચ વરસાદ પડ્યો છે. તો સાંજે 6 કલાકથી લઈને રાત્રે 8 કલાક એટલે કે બે કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘી ડેમમાં નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં બે ફૂટનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 11 ફૂટ પહોંચી ગઈ છે. અનેક ચેકડેમો, નદીઓમાં નવા પાણીની આવક થઈ ગઈ છે. રસ્તાઓ પર ગોઠણ સમા પાણી વહી રહ્યાં છે. લોકોને ચાલવા તથા વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. 


દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
આજે સવારથી જ દ્વારકા જિલ્લાના બધા તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે.  જામકલ્યાણપુર તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો. તો ખેડૂતોમાં પણ સારા વરસાદને કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
[[{"fid":"270986","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


તાત્કાલીક એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ મોકલી આપવામાં આવી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube