ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસમાં માદક પદાર્થો શોધવા માટેની ખાસ તાલીમ લીધેલા “કેપ્ટો' નામના ગુનાશોધક શ્વાનને કારણે ધોરાજીમાં એક મકાનમાંથી આસાનીથી 12 કિલો ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ રૂરલ એસઓજીના સ્ટાફને એવી માહિતી મળી હતી કે ધોરાજીમાં ખીજડાવાળી શેરીમાં ભાડાના મકાનમાં રહેતો શાહબાઝ હુશેનિ દિલુભાઈ મકવાણા (ઉ.વ.32) પોતાના મકાનમાં ચરસ-ગાંજાનું વેચાણ કરે છે. હાલ પણ તેની પ્રવૃતિ ચાલું છે. આ માહિતીના આધારે પીઆઈ એફ.એ.પારગી અને પીએસઆઈ બી.સી.મિયાત્રા સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સાથો-સાથ તાજેતરમાં જ રાજકોટ રૂરલ પોલીસ બેડામાં સામેલ થયેલા અને માદક પદાર્થો પકડવાની તાલીમ લીધેલા 'કેપ્ટો' નામના શ્વાનને પમ પણ સાથે લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જતાં જતાં છોતરા કાઢશે વરસાદ! જાણો ગુજરાત પર શુ થવાની મોટી અસર? અંબાલાલની ભયાનક આગાહી


મકાનમાં જઈ “કેપ્ટો'ને છુટ્ટો મુકાતા જ તેણે બાથરૂમમાં જઈ પગ પછાડવાનું શરૂ કર્યું હતું. તે સાથે જ એસઓજીની ટિમ બાથરૂમમાં પહોંચી હતી અને ત્યાં લટકી રહેલા થેલાની તલાસી લેતા અંદરથી 12.006 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એસઓજીએ તેની કિંમત રૂ.1.20 લાખ ગણી હતી. આ ઉપરાંત ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ.1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરાજી શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.


ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે


શાહબાઝ હુશેન હાલ ડ્રાઈવિંગ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તે પોતે સુરતથી ગાંજો લઈ આવી તેની છૂટક પડીકી બનાવી વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૂળ તે રાજકોટનો વતની છે. અગાઉ ભગવતીપરા વિસ્તારમાં રહેતો હતો અને વર્ષ 2021માં તેને એસઓજીએ બેડી ચોકડી પાસેથી 300 ગ્રામથી વધુ ચરસના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યાર પછી તે ધોરાજી રહેવા આવી ગયો હતો જયાં ફરીથી તેણે માદક પદાર્થોનો વેપલો શરૂ કરી દીધો હતો. હાલ પોલીસે તેને ગાંજો સપ્લાય કરનાર શખ્સો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. 


આ પદ્મિની બા તો માથાભારે નીકળ્યા! પુત્ર સાથે મળી પતિને માર હોવાની ચર્ચા, VIDEO વાયરલ


12 કિલો ગાંજો શોધવામાં મહત્વની ભૂમિકા ભજવનાર “કેપ્ટો' લેબ્રાડોર નસલનો છે. તેની ઉંમર હાલ દોઢ વર્ષ છે. માદક પદાર્થો શોધવા માટે તેને ખાસ અમદાવાદમાં 9 માસ સુધી તાલીમ આપવામાં આવી હતી. અઠવાડીયા પહેલાં જ 'કેપ્ટો’ રાજકોટ રૂરલ પોલીસ બેડામાં સામેલ થયો હતો. ત્યાર પછી તેને પહેલી વખત જ માદક પદાર્થો શોધવા માટે લઈ જવાયો હતો. પહેલા ટાસ્કમાં જ 'કેપ્ટો'એ બાજી મારી લીધી હતી. કેપ્ટો જેવા જ રાજકોટ રૂરલ પોલીસ બેડામાં બીજા પાંચ ગુનાશોધક શ્વાન છે. 


ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગુજરાતનું આ શહેર, નામ લો એ નામાંકિત કંપનીની હાજરી


રાજકોટ રૂરલ પોલીસ બેડામાં ચોરીના ગુના ડિટેકટ કરવા માટે તાલીમ લીધેલા બે, વિસ્ફટકો શોધવાની તાલીમ લીધેલા ત્રણ શ્વાનો છે. જયારે માદક પદાર્થો શોધવાની તાલીમ લીધેલ એક શ્વાન ‘કેપ્ટો' છે. રાજકોટ રૂરલ પોલીસમાં પહેલી વખત માદક પદાર્થો શોધવા માટેની તાલીમ લીધેલા “કેપ્ટો'નું આગમન થયું છે. અગાઉ માદક પદાર્થો શોધવા માટે એક પણ શ્વાન ન હતો.