રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં કોરોના વાયરસનો કેર યથાવત છે. આજે નવા 18 પોઝિટિસ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 873 પર પહોંચી છે. વડોદરામાં આજે 12 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાને લીધે 38 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા યાદી મુજબ આજે દિવસ દરમિયાન 127 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 18 સેમ્પલ પોઝિટિવ આવ્યા જેમાં 9 પુરુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 109 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આમ કોરોના સંક્રમીતોની કુલ સંખ્યા 873 પર પહોંચી છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 38 લોકોના મૃત્યુ થયા છે.


જ્યારે 12 દર્દીઓનાં બે વખતનાં રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. જેમાંથી સયાજી હોસ્પિટલનાં 4, ગોત્રી હોસ્પિટલનાં 4 અને  હોમ આઇસોલેશનનાં 4  સહિત 12 જણા સાજા થયા છે. વડોદરામાં આજ સુધી કુલ 511 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી  


હાલ 324 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 309 સ્ટેબલ, 10 ઓક્સિજન પર અને 5 વેન્ટીલેટર પર છે. જ્યારે 1475 લોકોને હોમ કવોરંટાઈન કરવામાં આવેલા છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube