અમદાવાદ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે પેપરના નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષાની ઓનલાઇન અરજી પ્રક્રિયા આજે સાંજે (25 ઓગસ્ટ) 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ બે વિષયની પુરક પરીક્ષા આપવા ઇચ્છુક છે તેમનું ફોર્મ બોર્ડની વેબસાઇટ પર જઇને 4 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેન્શનર ઘરે બેઠા બેઠા હયાતીની ખરાઇ કરી શકશે, આ વેબસાઇટ પર કરો ક્લિક

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આ પુરક પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ઓનલાઇન કરવાનું રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓનું અગાઉ એક વિષયમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય અને ફી ભરવામાં આવી હોય તેઓએ ફરીથી ફોર્મ ભરવાનું નથી. બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરી ફી ભરી શકાશે. 


અમદાવાદમાં સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 44 ટકા વાલી આખુ વર્ષ બાળકને શાળા મોકલવા તૈયાર નહી

ધ્યાનમાં રાખવા જેવી બાબત
1. કન્યા ઉમેદવાર દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ છે. પરંતુ પુરક પરીક્ષા 2020 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. 
2. કોવિડ 19ની સ્થિતીમાં જે વિદ્યાર્થીઓ શાળા પર જઇ રજીસ્ટ્રેશન માટેની સંમતિ આપવા અથવા ફી ભરવા જઇ શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થી જાતે ઓનલાઇન રજીસ્ટ્રેન કરી નિયત ફી ભરી શકશે. 
3. એખ વિષય માટેની પરીક્ષા ફી 140 રહેશે. બે વિષય પરીક્ષા ફી 220 રહેશે અને પ્રાયોગિક વિષયની વિષયદીઢ ફી રૂ 10 રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર