અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ આજે શ્રવણ સુદ પૂનમ અને આ દિવસને સમગ્ર દેશના લોકો રક્ષાબંધનનું પર્વ  ઉજવતા હોય છે. દેશની બહેનો પોતાના ભાઈના ઘરે પહોંચી ભાઈની ક્લાઈ પર ભાઈની રક્ષા કાજે રાખી બાંધતી હોય છે. અને ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે. પરંતુ આવા ભાઈ બહેનના પવિત્ર દિવસે પણ દેશના રક્ષકો એટલે કે આપણા દેશના જવાનો દેશની સીમા પર દેશના દુશ્મનો સામે પહેરો જમાવી બેઠા હોય છે. અને તેઓ પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી શકતા નથી. ત્યારે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા ધાનેરાની કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ઝીરો પોઈન્ટ પર પહોંચી અને દેશના બીએસએફ જવાનોને રાખડી બાંધી અને જવાન ભાઈઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી. સમગ્ર દેશ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણીમાં મસગુલ છે. પરંતુ દેશના જવાનો આજે પણ સીમા સુરક્ષા માટે તૈનત જોવા મળી રહ્યા છે. હિન્દુ ધર્મ માટે ભાઈ બહેનનો આ પવિત્ર દિવસ છે આ જવાનોને પણ પોતાની બહેનો સાથે મળી આ પર્વની ઉજવણી કરવી છે પરંતુ દેશની સુરક્ષા કાજે આ જવાનો દુશ્મનો સામે પહેરો જમાવી આજે પણ દેશની બોર્ડર પર તૈનત જોવા મળી રહ્યા છે. ત્યારે આ બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા પહોંચેલી બહેનોને જોઈ જવાનોમાં અનેરો ઉત્સાહ સાથે બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા.


આ પણ વાંચોઃ બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી


 પોતાના વતનથી માઈલો દૂર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર દેશ માટે દિવસ રાત ફરજ બજાવી દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોની રક્ષા માટે કોલેજની બહેનોએ જવાનોની રક્ષા માટે તેમને રાખડી બાંધીને વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ બની. સામાન્ય રીતે દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ભાઈ સાથે રક્ષાબંધનનો પર્વ મનાવતી હોય છે. પરંતુ આજે આ વિદ્યાર્થીનીઓ દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવતા બહેનોને અનેરી ખુશી મળી...તમામ બહેનોએ થાળીમાં કંકુ,ચોખા,મીઠાઈ અને રાખડી સાથે બોર્ડર પર જઈ બીએસએફના જવાનોને તિલક કરી રાખડી બાંધી અને મો મીઠું કરાવી પોતાના ભાઈ સમા દેશના જવાનોની દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી તો સાથે જ બીએસએફના જવાનોએ પણ પોતાની બહેનસમી આ બહેનોને આશીર્વાદ પાઠવ્યા... ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં તો ખરીજ પરંતુ ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના આ આહલાદક દ્રશ્યો સૌ કોઈની આંખમાં ખુશીના આંસુ લાવી દે તેવા છે..