બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તમે પણ જાણો શું છે નવી આગાહી.....
 

બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો નથી. કેટલીક જગ્યાએ જરૂર છૂટોછવાયો વરસાદ જરૂર પડ્યો છે. ગુજરાતમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 21 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. નવો રાઉન્ડ રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે. 

શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ રહેશે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. 

ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે.

20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news