ગાંધીનગરઃ રાજ્યના લોકો માટે સતત બીજા દિવસે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 978 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 158 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર 146 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4683, સુરત શહેરમાં 1494, મહેસાણામાં 565, વડોદરા શહેર 523, ભાવનગર શહેર 436, રાજકોટ શહેર 401, જામનગર શહેર 398, સુરત ગ્રામ્ય 389, જામનગર ગ્રામ્ય 309, બનાસકાંઠા 226, ભાવનગર ગ્રામ્ય 222, વડોદરા ગ્રામ્ય 212, ખેડા 174, પાટણ 173, કચ્છ અને મહીસાગર 169-169 કેસ સામે આવ્યા છે.


છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની વિગત
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં 9, મહેસાણામાં 2, વડોદરા શહેરમાં 11, ભાવનગર શહેરમાં 5, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 7. સુરત ગ્રામ્યમાં 4, જામનગર ગ્રામ્યમાં 6, બનાસકાંઠામાં 6, ભાવનગર ગ્રામ્યમાં 6, વડોદરા ગ્રામ્યમાં 8 લોકોના મોત થયા છે. 


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસ 146818 છે. જેમાંથી 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 440276 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 7508 લોકોએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ 74.05 ટકા પહોંચી ગયો છે.