ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના પોઝીટિવ (corona virus)  દર્દીઓના કેસનો આંકડો 13 પર પહોંચી ગયો છે. વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી મીડિયાને આપી છે. તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે. તેથી હાલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ ગાંધીનગરના એક યુવાનનો કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. આ યુવક દૂબઈથી આવ્યો હતો, જેને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CoronaVirus : ‘થાય એટલું ભેગુ કરો...’ની વૃત્તિ ગુજરાતમાં પણ શરૂ, માસ્કની કાળાબજારી થવા લાગી


13 કેસ ક્યા ક્યાંથી આવ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી કે, 1200 બેડની સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ કોરોના પોઝિટિવ કેસોને સારવાર અપાશે. આખી હોસ્પિટલને આઇસોલેશન માટે રખાશે. આગામી 3-4 દિવસમાં અહીંયા તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરશે. આપણે કોરોના સામે લડવા નીકળ્યા છીએ, ડરવા નહિ. લોકો જનતા કરફ્યુમાં સહકાર આપે. ગુજરાતના 13 કેસોમાં અમદાવામાં 5 કેસ, સુરતમાં 3 કેસ, વડોદરામાં 3, રાજકોટ અને ગાંધીનગર 1-1 કેસ નોંધાયા છે. જેમાંથી 12 કેસ વિદેશથી આવેલા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામેની ખરાબ સ્થિતિમાં પહોંચી વળાય તેવુ છે. આવામાં સ્વંય શિસ્ત જરૂરી છે. સુરતના એક વેપારી વિદેશ ગયા ન હતા, પણ દિલ્હી ગયા હતા. જેથી તેઓને કોરોના પોઝીટિવ આવ્યો છે.


કોરોનાના ડર વચ્ચે સરહદી સૂઈગામમાં એકાએક આવેલી બે વિદેશી મહિલાઓ બની માથાનો દુખાવો  


પાલિકાના ખાલી મકાનોમાં દર્દીઓને રખાશે
વડોદરા શહેરમાં કોરોના વાયરસના ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સંબોધનમાં તેમણે માહિતી આપી કે, ગુજરાતમાં 13 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે. તમામ લોકોને અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ રોગ ખૂબ ઝડપથી ફેલાય છે. નાગરિકો મોલ બજારમાં ભેગા ન થાય તે માટે નિર્ણય કર્યો છે. મોલમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયનું વેચાણ બંધ કરવું પડશે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગઇકાલે સાંજે મીટિંગ યોજી હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી તમામ વિગતો મેળવી છે. વડોદરાના ત્રણ દર્દીઓના કેસ પોઝીટિવ આવ્યા છે. ત્રણેય દર્દીઓના પરિવારના 24 સભ્યોને કોરોન્ટટાઈનમાં રાખ્યા છે. 126 બેડની વ્યવસ્થા સરકારે કરી છે. કોર્પોરેશનના મકાનોનો ઉપયોગ કરવા માટે પણ સરકારે યાદી તૈયાર કરી છે. પાલિકાના ખાલી મકાનોમાં દર્દીઓને રાખવામાં આવી શકે છે. 


જનતા કર્ફ્યૂમાં જોડાયો સુરતનો હીરા ઉદ્યોગ, બે દિવસ બંધ રાખશે તમામ કામ


સિનીયર IAS અધિકારીઓને હોસ્પિટલ મોકલાશે
તેમણે વધુમાં જણાવ્યું કે, ત્રણ સિનિયર આઈએએસ અધિકારીને જુદી જુદી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડોદરામાં સ્પેશિયલ ઓએસડી તરીકે સરકારે વિનોદ રાવની નિમણૂંક કરી છે. અમદાવાદમાં પંકજ કુમાર અને રાજકોટમાં ગુપ્તાની નિમણૂંક કરાઈ છે. ગુજરાતના 600 લોકો ફિલિપાઇન્સમાં ફસાયા છે. ફસાયેલા લોકોના વાલીઓએ રજૂઆત કરી છે. હાલ ફિલિપાઇન્સ આખો દેશ લોકડાઉન છે. લોકોને ત્યાંથી લાવવા મુશ્કેલ છે. ગુજરાતમાં જે લોકો એરપોર્ટ પર આવ્યા છે, જેમનામાં શરદી, ઉધરસના લક્ષણો જણાય તો તેમને ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે. તેમાંથી 90 ટકા લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.


ભાજપના નેતા વિદેશથી આવ્યા
હાલ જ્યા વિદેશથી આવેલા લોકો પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, અનેકોને હોમ કોરેન્ટાઈન કરાયા છે. ત્યારે અમદાવાદમાં ભાજપના એક નેતા હોમ કોરેન્ટાઈન થયા છે. થોડા દિવસ પહેલાં જ તેઓ વિદેશથી પરત ફર્યા હતા. દૂબઈ આવ્યા બાદ તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...