CoronaVirus : ‘થાય એટલું ભેગુ કરો...’ની વૃત્તિ ગુજરાતમાં પણ શરૂ, માસ્કની કાળાબજારી થવા લાગી
કોરોના વાયરસ (corona virus) નો ગુજરાતમાં પગપેસારો થતા જ રાજ્યમાં માસ્ક અને સેનીટાઈઝર (sanitizer) ની કાળા બજારી શરૂ થઈ ગઈ છે. 2 રૂપિયાના માસ્ક (mask) ના 20થી 30 રૂપિયા વસૂલવામાં ફાર્માસિસ્ટ જરાય શરમ નથી અનુભવી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે રાજ્યના અનેક મેડિકલ સ્ટોરમાં કાર્યવાહી હાથ ધરી અને બંધ કરાવી છે. આ સાથે જ રાજ્ય સરકારે પણ ચેતવણી આપી છે કે લોકોને જરૂરિયાતની વસ્તુ વેચવામાં કાળા બજારી કરતું ઝડપાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. જરૂર પડ્યે દુકાન પણ સીલ કરાશે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ :કોરોના વાયરસ (corona virus) નો ગુજરાતમાં પગપેસારો થતા જ રાજ્યમાં માસ્ક અને સેનીટાઈઝર (sanitizer) ની કાળા બજારી શરૂ થઈ ગઈ છે. 2 રૂપિયાના માસ્ક (mask) ના 20થી 30 રૂપિયા વસૂલવામાં ફાર્માસિસ્ટ જરાય શરમ નથી અનુભવી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે રાજ્યના અનેક મેડિકલ સ્ટોરમાં કાર્યવાહી હાથ ધરી અને બંધ કરાવી છે. આ સાથે જ રાજ્ય સરકારે પણ ચેતવણી આપી છે કે લોકોને જરૂરિયાતની વસ્તુ વેચવામાં કાળા બજારી કરતું ઝડપાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. જરૂર પડ્યે દુકાન પણ સીલ કરાશે.
ગુજરાતમાં corona virusના દર્દીનો આંકડો 8 પર પહોંચ્યો, વડોદરામાં ત્રીજો પોઝીટિવ કેસ નોંધાયો
કોરોના વાયરસનો હાવ એટલો બધો છે કે લોકો કાળા બજારીના ડરથી જેટલુ ભેગુ થાય તેટલું ઘરમાં ભેગુ કરી રહ્યાં છે. વાયરસથી બચવા ફેસ માસ્કના ભાવમાં 5 ગણાનો વધારો થઈ ગયો છે અને કાળા બજારી શરૂ થઈ ગઈ છે. લોકો પણ જરૂરિયાત હોવાથી વધુ રૂપિયા ચૂકવી ખરીદી રહ્યાં છે. અમદાવાદમાં પણ આવી કાળા બજારી શરૂ થઈ હોવાનો ખુદ મેડિકલ સ્ટોર માલિકો સ્વીકાર કરી રહ્યાં છે.
ઝી 24 કલાકની ટીમે અમદાવાદ શહેરમાં માસ્કમાં કેટલાની કાળા બજારી થઈ રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો ચોંકાવનારી વાત એ છે કે જે માસ્ક 2-2 રૂપિયામાં મળતા હતાં, તે તમામ માસ્ક હવે 20થી 30 રૂપિયામાં મળતા થયા છે. માસ્ક કઈ રીતે હોલસેલ વેપારીઓ ખરીદે છે અને તેની કઈ રીતે થાય છે કાળા બજારી તે માટે દુકાનદારો સાથે વાતચીત પણ કરતાં અનેક હકીકત સામે આવી છે.
અનેક મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, માસ્કના ભાવ ડબલ થઈ ગયા હોવાનો વેપારી પોતે જ સ્વીકાર કરી રહ્યો છે. લોકોને જરૂરિયાત છે એટલે ખરીદી કરવા સિવાય કોઈ છૂટકો નથી. હોલસેલ વેપારીઓ પાસે પણ માસ્ક વધુ કિંમતે આવે છે. તેથી કેટલાક સમજુ વેપારીઓ વધુ નફો ન લઈ તેને વેચી દે છે, પણ વધુ મેળવવાની લાલચે છૂટક વેપારીઓ તોડી નાંખે તેવા ભાવ કાપડના ટુકડાના વસૂલી રહ્યાં છે.
આ પરિસ્થિતિ માત્ર અહીંના મેડિકલ સ્ટોર જ નથી, પણ ઓનલાઈન બજારમાં પણ માસ્ક અને સેનીટાઈઝરની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ કે પછી સરકારી અન્ય વિભાગો નાના વેપારીઓને પરેશાન કરતાં હોવાનો પરંતુ ઓનલાઇન પર કોઈ જ કાર્યવાહી ન કરતાં હોવાનો આરોપ પણ ઉભો થયો છે.
ગુજરાતમાં 8 પોઝીટિવ કેસ
ગુજરાતમાં કોરોનાની મહામારી પહોંચી ચૂકી છે. ગુજરાતમાં હાલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ અને સુરતમાં એક એક કેસ નોંધાયા છે. ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી. ગુજરાતમાંથી કોરોના વાઈરસના અત્યાર સુધી કુલ 189 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. જેમાંથી 8 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 148 સેમ્પલ ચકાસણી બાદ નેગેટિવ આવ્યા છે. જ્યારે 34 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. સરકાર લોકોને અપીલ કરી રહી છે કે બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે