હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. તો બીજી તરફ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, ચાલુ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી કુલ 13 લોકોના વીજળી પડવાથી અને ડુબી જવાથી મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવાશે. કેબિનેટ બેઠકમા પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં એસડીઆરએફના નિયમોને આધારે સહાયની જાહેરાત કરાશે. 


વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે રીતે ઓફલાઈન-ઓનલાઇન પરીક્ષા લેવાશે : શિક્ષણ મંત્રી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ચોમાસાની હજુ શરૂઆત થઈ છે, ત્યારે સીઝનમાં અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં વીજળી પડવાના કારણે અને ડૂબી જવાના કારણે વિવિધ જિલ્લાઓમાં 13 લોકોના મોત નિપજ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા કેબિનેટની બેઠકમાં પણ આ બાબતે ચર્ચા કરી હતી. જેમાં મુખ્યમંત્રી ધારાધોરણ મુજબ મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવા આદેશ કર્યો છે. રાજ્યમાં અત્યારસુધી વીજળી પડવાના કારણે 9 ના, જ્યારે 4 ના ડૂબવાના કારણે મૃત્યુ નિપજ્યા છે. મહત્વનું છે કે ચોમાસાની હજુ શરૂઆત થઈ છે અને રાજ્યમાં અત્યારસુધી 15.81 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.


વીજળી પડવાથી મૃત્યુ


  • જામનગર 1 મૃત્યુ

  • અમરેલી 1 મૃત્યુ

  •  તાપી 1 મૃત્યુ

  • ગાંધીનગર 1 મૃત્યુ

  • દેવભૂમિ દ્વારકા 2

  • બોટાદ 3 ના મૃત્યુ


ડૂબી જવાથી મૃત્યુ


  • જામનગર 3

  • ભાવનગર 1 મૃત્યુ


.છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ડાંગના સુબિરમા 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જામનગરના કાલાવડમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના ધ્રોલ અને પંચમહાલના હાલોલમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડા અને અરવલ્લીના મોડાસામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે. આમ, રાજ્યના 52 તાલુકાઓમાં અડધાથી પોણા 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો 15.80 ટકા વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત


રાજ્યમાં જામશે વરસાદી માહોલ


સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર