પહેલા ભોજન પછી વેક્સીનનું સુત્ર, રાજકોટમાં 1300 લોકોએ લીધી કોરોના રસી
રાજકોટની (Rajkot) એક સામાજિક સંસ્થાએ ભુખ્યા પેટે વેક્સીન (Vaccine) નહિનું સુત્ર અપનાવ્યું છે. વેક્સીન કેમ્પમાં વેક્સીન (Corona Vaccine) મુકાવવા આવનાર લોકોને ભર પેટ ભોજન કરાવ્યા બાદ વેક્સીન મુકે છે
રાજકોટમાં વેક્સીન કેમ્પ બન્યો આકર્ષણનું કેન્દ્ર
લોકોને ઘરે ગયા પછી ભોજનની ચિંતા નહિં
સુરતનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ'
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટની (Rajkot) એક સામાજિક સંસ્થાએ ભુખ્યા પેટે વેક્સીન (Vaccine) નહિનું સુત્ર અપનાવ્યું છે. વેક્સીન કેમ્પમાં વેક્સીન (Corona Vaccine) મુકાવવા આવનાર લોકોને ભર પેટ ભોજન કરાવ્યા બાદ વેક્સીન મુકે છે. જેને કારણે આ વેક્સીન કેમ્પ (Vaccine Campe) આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેની નોંધ સુરતનાં ઘારાસભ્ય (Surat MLA) હર્ષ સંઘવીએ લીધી અને ટ્વિટ કરી સંસ્થાની કામગીરીની પ્રસંસા કરી હતી.
રાજકોટમાં કોરોનાનું (Rajkot Corona) સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા (Rajkot Municipal Corporation) સામાજીક સંસ્થાઓને સાથે રાખીને વધુ માં વધુ લોકો વેક્સીન લે તેથી અલગ અલગ સમાજનાં વેક્સીનેશન કેમ્પ (Vaccination Campening) કરી રહ્યા છે. રાજકોટનાં જૈન વિઝન ગ્રૃપ દ્વારા જૈન સમાજનાં લોકો માટે બે દિવસીય વેક્સીનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત 1300 કરતા વધુ લોકોએ વેક્સીન (Corona Vaccine) મુકીને સુરક્ષીત થયા હતા.
આ પણ વાંચો:- Congress નો મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સિવિલમાં તબીબોની ભરતી કરો
જૈન વિઝન ગ્રુપનાં (Jain Vision Group) આગેવાન મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી સવારે 8 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી વેક્સીનેશન કેમ્પ (Vaccination Campe) યોજવામાં આવ્યો હતો. જેમાં સવારનાં સમયે વેક્સીન મુકાવવા આવતા લોકોને ફરજીયાત નાસ્તો કરાવીને જ વેક્સીન મુકવામાં આવી હતી. જ્યારે બપોરનાં સમયે વેક્સીન (Corona Vaccine) મુકાવવા આવેલા લોકોને ભોજન કરાવ્યા બાદ અને સાંજે વેક્સીન (Vaccine) મુકાવવા આવેલા લોકોને હાઇ ટી એટલે કે ચા અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- પત્ની બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પતિની નજર સામે મળ્યું દર્દનાક મોત
વેક્સીન (Vaccine) લેવા માટે લોકોનો ઘસારો ન થાય તે માટે દર કલાકે 100-100 લોકોને ફોન કરીને બોલાવવામાં આવતા હતા. હજું પણ 1 લાખ લોકો વેક્સીન (Corona Vaccine) લે તે માટે બીજો કેમ્પ કરવામાં આવશે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ (Rajkot Corona Case) ઘટાડવા તંત્ર તો પ્રયાસો કરે છે પરંતુ હવે સામાજીક સંસ્થાઓ પણ લોકોને વેક્સીન લેવા પ્રોત્સાહિત કરી રહી છે.
આ પણ વાંચો:- Surat માં કોરોના કેસ વધતા સ્થિતિ ખૂબજ ગંભીર, ઓક્સિજનની માંગમાં 45 ટકાનો વધારો
બે દિવસ પહેલા સમસ્ત સોની સમાજનાં વેક્સીનેશન કેમ્પમાં (Vaccination Campe) 700 મહિલાઓને નાકની સોનાની ચુક આપી હતી. તો જૈન વિઝન ગ્રુપે (Jain Vision Group) વેક્સીન લેવા આવેલા લોકોને નિશુલ્ક ભોજન કરાવીને ઘરે કામ કરવાની ચિંતામાંથી મુક્ત થવાનો સંદેશ આપ્યો હતો. આવી રીતે સામાજિક સંસ્થાઓ વેક્સીનનું બિડું ઝડપી લેશે તો વેક્સીન (Corona Vaccine) લોકો માટે ખરા અર્થમાં સુરક્ષાની વેક્સીન બનશે.
આ પણ વાંચો:- ‘મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો...’ માતાના અંતિમ સંસ્કાર થતા દીકરો ભાંગી પડ્યો
સેલ્ફિ પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર
જૈન વિઝન ગૃપ દ્વારા આયોજીત આ વેક્સીનેશન કેમ્પમાં જૈન સમાજનાં લોકોને વેક્સીન મુકવામાં આવી હતી. જોકે આ વેક્સીન કેમ્પમાં આકર્ષણનું કેન્દ્ર સેલ્ફિ પોઇન્ટ બન્યો હતો. જે લોકો વેક્સીન મુકાવે તે સેલ્ફિ પોઇન્ટ પર સેલ્ફિ લઇને સોશ્યલ મિડીયા પર અપલોડ કરી રહ્યા હતા. આ એક સંદેશ હતો કે, અમે વેક્સીન લીધી છે તમે પણ વેક્સીન મુકાવો. જેથી લોકોને કોરોના સામેનું રક્ષણ મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube