પત્ની બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પતિની નજર સામે મળ્યું દર્દનાક મોત

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર, તો બીજી તરફ એવી એવી ઘટનાઓ બની રહી છે જે આશ્ચર્ય પમાડે તેવી છે. સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી. સુરતના અડાજણ વિસ્તારમાં એક શ્રમજીવી મહિલાના ગળામાં જીઈબીનો વીજતાર તૂટી પડતા તેનું મોત થયું હતું. જોકે, સમગ્ર ઘટનામાં દર્દનાક બાબત એવી હતી કે, પતિના નજર સામે જ મહિલા તરફડી તરફડીને મરી હતી. મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પરંતુ પતિની મદદ કોઈ કામે આવી ન હતી. આખરે એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. 
પત્ની બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પતિની નજર સામે મળ્યું દર્દનાક મોત

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં એક તરફ કોરોનાનો કહેર, તો બીજી તરફ એવી એવી ઘટનાઓ બની રહી છે જે આશ્ચર્ય પમાડે તેવી છે. સુરતમાં એક વિચિત્ર ઘટના બની હતી. સુરતના અડાજણ વિસ્તારમાં એક શ્રમજીવી મહિલાના ગળામાં જીઈબીનો વીજતાર તૂટી પડતા તેનું મોત થયું હતું. જોકે, સમગ્ર ઘટનામાં દર્દનાક બાબત એવી હતી કે, પતિના નજર સામે જ મહિલા તરફડી તરફડીને મરી હતી. મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી, પરંતુ પતિની મદદ કોઈ કામે આવી ન હતી. આખરે એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. 

બન્યું એમ હતું કે, સુરતના અડાજણ વિસ્તારમાં કનુભાઈ રાઠોડનો પરિવાર રહે છે. કનુભાઈ મજૂરીકામ કરે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેમના પરિવારમાં પત્ની ભાવનાબેન અને ત્રણ દીકરીઓ છે. ત્યારે આજે સવારના રોજ ભાવનાબેન ઘરના કામ અંગે વાડામાં હતા. ત્યારે અચાનક જીઈબીનો વીજતાર તેમના પર તૂટી પડ્યો હતો. લટકતો જીવંત વાયર તેમના પર તૂટી પડ્યો હતો. એટલુ જ નહિ, વાયર ગળાના ભાગે લપેટાઈ ગયો હતો. પરંતુ તેનાથી પણ દર્દનાક એ હતું કે, ભાવનાબેન જમીન પર જ જીવતા સળગી ગયા હતા. આ જોઈને તેમના પતિ કનુભાઈ દોડતા આવ્યા હતા. પરંતુ તેમના પ્રયાસો કંઈ કામ લાગ્યા ન હતા. બચાવો બચાવોની બૂમો પાડતા પાડતા જ મોતને ભેટ્યા હતા.

આ ઘટના જોઈને આસપાસના તમામ લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ કોઈની મદદ ભાવનાબેનને બચાવવા કામે લાગી ન હતી. ઘટના બાદ જીઈબી અને પોલીસ આવી પહોંચી હતી. એક કલાક સુધી વીજ લાઈન બંધ કરીને ભાવનાબેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news