અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1305 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1141 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 12 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 99,050 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 80,154 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,048 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુંડાઓની ખેર નહીં: અહિંસા અને શાંતિની ભૂમિ ગણાતા ગુજરાતમાં ગુંડાગીરી ચાલશે નહીં


રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 74,523 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1146.50 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24,84,429 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,305 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,141 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 80,054 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 80.82 ટકા છે.


આ પણ વાંચો:- પદાધિકારીઓ અને MLAના ખિસ્સા થશે ઢીલા, સરકાર આ રીતે બચાવશે 6 કરોડ 27 લાખ


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,52,772 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,52,334 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 420 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આ પણ વાંચો:- રોદણાં રોવાનું પક્ષમાં નહીં ચાલે, ભાજપ પ્રમુખનો નેતાઓને સીધો અને કડક સંદેશ


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15,948 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 15,845 લોકો સ્ટેબલ છે. 80,054 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,048 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 12 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીગનરમાં 1, ગાંધીગનર કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર