બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક બળાત્કારની 131 ઘટનાઓ બની છે.જેમાં અલગ અલગ પોલીસ કેસમાં 500 આરોપીઓ પકડાયા છે. જ્યારે 18 થી વધુ ગુન્હેગારો આજે પણ પોલીસ પકડથી દુર હોવાનો સ્વીકાર રાજય સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીમાં ગૃહમાં રજૂ થયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં આ સ્વીકાર કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 30 જૂન 2019ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલા સામુહિક બળાત્કારના બનાવો બન્યા છે? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે. અને હજુ કેટલા આરોપીઓ પોલીસ પકડ થી દુર છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને માત્ર ગેરમાર્ગે જ દોર્યા


વિક્રમ માડમના પ્રશ્નના લેખિત ઉત્તરમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં સામૂહિક બળાત્કારના કુલ 131 કેસ નોંધાયા છે. જે પૈકી પોલીસે 500 આરોપીઓ પકડી પાડ્યા છે. જયારે હજુ ૧૮ આરોપીઓ પકડવાના બાકી છે. રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સામુહીક બળાત્કારની સૌથી વધુ 26 ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. તો બીજી તરફ સુરત શહેરમાં 8, જ્યારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં 17 સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. જોકે રાજકોટ શહેરમાં માત્ર 3 બનાવો બન્યા હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. 


મુસ્લિમ રાષ્ટ્રોમાં હિંદુઓ પર થાય છે અત્યાચાર, વૈશ્વિક લઘુમતીને આશરો આપતું એકમાત્ર રાષ્ટ્ર ભારત


ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર જિલ્લામાં 11 બનાવો બન્યા છે.  તો બીજી તરફ  છેલ્લા પાંચ વર્ષમાં બનેલા અલગ અલગ બનાવોમાં પોલીસે 500 આરોપીઓને પકડયા છે. સૌથી વધુ 85 આરોપીઓ ભાવનગર શહેર જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. જયારે 73 આરોપીઓ અમદાવાદ શહેર જિલ્લામાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાંમાં બનેલી ઘટનાઓ માં 9 આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો કે રાજ્યમાં બનેલી સામુહિક બળાત્કારની અલગ અલગ ઘટનાઓમાં સંડોવાયેલા 18 આરોપીઓને પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. વિધાનસભામાં આવેલ આ આંકડાઓ સરકારની સાથે સમાજ માટે પણ આંખ ઉઘાડનારા છે, કારણ કે સામૂહિક બળાત્કારના આટલા બનાવો સ્વસ્થ સમાજ માટે કલંક રૂપ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube