કોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને માત્ર ગેરમાર્ગે જ દોર્યા

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું. 
કોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને માત્ર ગેરમાર્ગે જ દોર્યા

હિતલ પારેખ/ગાંધીનગર : આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું. 

આ બિલ પાસ થયા બાદ ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પત્રકારો સાથે ચર્ચા હતી. જેમાં તેમણે કહ્યું કે, સીએએ મુદ્દે કોંગ્રેસ કોઇ પણ એક મુદ્દા પર ટકીને ચર્ચા કરી શકી નથી. કોંગ્રેસે વિધાનસભાના એક દિવસીય સત્રમાં માત્ર ગોળ ગોળ વાતો કરીને લોકોને ગુમરાહ કર્યા તેમ વિધાનસભા સત્રમાં પણ સમય બગાડવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય મુદ્દાઓ પર હોબાળો કરતા અધ્યક્ષ દ્વારા તેમને ટોકવામાં આવ્યા હતા. સીએએની જોગવાઇઓ અંગેની કોઇ પણ ચર્ચા કોંગ્રેસે કરી નહોતી. 

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર હિતને જોખમરૂપ બને તે પ્રકારે બિન બંધારણીય અને બિનકાયદેસર રીતે સીએએ અને એનઆરસીનો વિરોધ કર્યો હતો. સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હતું. ખાસ કરીને તેમણે એક ચોક્કસ ધર્મના લોકોનાં આગેવાનોને ગુમરાહ કરીને તોફાનો કરાવ્યા. યુનિવર્સિટીમાં જઇને વિદ્યાર્થીઓને પણ ભડકાવ્યા અને ગેરમાર્ગે દોર્યા હતા. કોંગ્રેસ પહેલાથી જ તૃષ્ટીકરણની રાજનીતિ કરતું આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news