Gujarat Monsoon 2023: નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં નોંધાયો છે. સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ખેરગામમાં સવા નવ ઇંચ વરસાદ પડતાં ખેરગામ પાણી પાણી થયુ છે. ત્યાર બાદ પણ અવિરત વરસી રહેલા વરસાદને કારણે ખેરગામની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ, લબરમૂછિયાએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી


30 કલાકમાં 14 ઇંચ વરસાદ પડતાં ખેરગામની ગાંધીનગર સોસાયટીમાં પાણી ભરાવા સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘુસતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘરોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સંબંધીઓ મદદે આવ્યા છે. જ્યારે ગ્રામ પંચાયતે પાણી ભરવા મુદ્દે કોઈ સુધ પણ નથી લીધી. ત્યારે સોસાયટી નજીક થયેલા દબાણને કારણે પાણીનો નિકાલ ન થતા લોકોને મુશ્કેલી પડી રહી છે. 


ગુજરાતમાં આ જગ્યાએ ખુલ્લેઆમ વેચાય છે ડ્રગ્સ, સરકારના પૂર્વમંત્રીના ઘટસ્ફોટથી ખળભળાટ


ભારે વરસાદને પગલે બીલીમોરાના દેસરા કુંભરવાડમાં 4 દિવસોથી વરસાદી પાણીનો ભરાવો, લોકો પરેશાન
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કર્યુ છે. નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહી રહી છે અને હવે પુરની સ્થિતિ સર્જી રહી છે. ત્યારે કાવેરી નદી 14 ફૂટે વહેતી થતાં બીલીમોરા શહેરના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે શહેરના દેસરા નજીકના કુંભારવાડ વિસ્તારમાં 4 દિવસથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે. કારણ કે નજીકથી પસાર થતી રેલ્વે લાઈન પાસે રેલ્વે દ્વારા દિવાલ બનાવવામાં આવી છે. 


આનંદો! હવે ફટાફટ બાબુ સોનાને લઈને માણો અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની મઝા, જાણો


બીજી તરફ વાઘરેચ પાસે બની રહેલા ટાઇડલ ડેમની પ્રોટેક્શન વોલમાં પાણીના નિકાલ માટે બનાવેલા હોલ ઘના ઉંચા હોવાથી પાણીનો નિકાલ થઈ નથી રહ્યો જેને કારણે પુર નહીં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હોવાના આક્ષેપો સાથનિકો લગાવી રહ્યા છે. 


અમદાવાદમાં આ દિવસોમાં દીવો લઈને શોધશો તો પણ કોઈ પણ હોટલમાં એકપણ રૂમ નહિ મળે


અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ નોંધાયો
રાજ્યમાં સિઝનનો 31.40% વરસાદ નોંધાયો છે. ચોમાસાના પ્રારંભ બાદ અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના 1 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 35 તાલુકામાં 20થી 40 ઈંચ, 61 તાલુકામાં 10થી 20 ઈંચ, 14 તાલુકામાં 5થી 10 ઈંચ, 37 તાલુકામાં 2થી 5 ઈંચ અને 3 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.