અમદાવાદમાં આ દિવસોમાં દીવો લઈને શોધશો તો પણ કોઈ પણ હોટલમાં એકપણ રૂમ નહિ મળે

Ahmedabad News : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અહીં હોટલના રૂમનું બુકિંગ ખૂબ જ ઝડપથી ફુલ થઈ ગયું છે... હવે એક પણ હોટલમાં જગ્યા નથી બચી 

અમદાવાદમાં આ દિવસોમાં દીવો લઈને શોધશો તો પણ કોઈ પણ હોટલમાં એકપણ રૂમ નહિ મળે

Ahmedabad Hotel Room Rates અતુલ તિવારી/અમદાવાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ, ફાઈનલ મેચ અને ઓપનિંગ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતના અમદાવાદમાં બનેલા આ સ્ટેડિયમમાં દેશ-વિદેશના લોકો ક્રિકેટ જોવા આવશે. હોટેલના રૂમો ફૂલ થઈ રહ્યા છે. રૂમનું ભાડું અનેક ગણું વધી ગયું છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અહીં હોટલના રૂમનું બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. લોકો ત્રણ મહિના અગાઉથી હોટલ બુક કરાવવા માંગે છે જેથી તેમને વર્લ્ડ કપ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. સ્થિતિ એવી છે કે હોટલોના ભાડામાં અનેકગણો વધારો થયો છે. ઘણી હોટલોનું એક રાત્રિનું ભાડું 50,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. અમદાવાદની એક ફાઇવ સ્ટાર હોટલમાં બેઝ ક્લાસ રૂમની કિંમત કેટલાક કિસ્સાઓમાં પ્રતિ રાત્રિ રૂ. 50,000 સુધી વધી ગઈ છે. અન્ય સમયે, આવા રૂમની કિંમત 6,500-10,500 રૂપિયા હોય છે.

ક્રિકેટ વર્લ્ડકપની અમદાવાદમાં રમાનાર મેચના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી છે. 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત vs પાકિસ્તાનની મેચના કારણે હોટેલમાં રૂમ બુકીંગના રેટ 10 ગણા વધ્યાં છે. સામાન્ય દિવસોમાં 5 થી 15 હજારમાં મળતા હોટેલના રૂમનો ચાર્જ 50 હજારથી 1 લાખ સુધી જઈ પહોંચ્યો છે. કેટલાક ક્રિકેટચાહકો ભારત vs પાકિસ્તાન સામેની મેચ જોવા માટે અમદાવાદ આવવાના હોઈ બુકીંગ કરાવવાની શરૂઆત પણ કરી છે. 

આ વિશે હોટેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે, અમદાવાદમાં ભારત vs પાકિસ્તાનની મેચ રમાશે, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 1.30 લાખ જેટલી છે. એક અંદાજ મુજબ 30 થી 40 હજાર જેટલા દર્શકો બહારથી મેચ જોવા આવતા હોય છે. મેચ ડે નાઈટ હોવાને કારણે રાત્રિ રોકાણ કરવું ફરજિયાત થઈ જતું હોય છે, આવામાં અનેક લોકો હોટેલમાં રોકાણ કરતા હોય છે. અમદાવાદમાં જોઈએ તો 40 હજાર જેટલા દર્શકો માટે હોટેલ પાસે રૂમ નથી. જરૂરિયાત સામે માગ ખૂબ વધુ હોવાથી જે હોટેલમાં રૂમ 5 થી 15 હજાર સુધી મળતા હતા, તેની કિંમત 50 હજારથી 1 લાખ સુધી થઈ ચૂકી છે. 

તેમણે કહ્યું કે, અમદાવાદમાં જ વર્લ્ડ કપની પહેલી મેચ રમાશે, ફાઇનલ પણ અમદાવાદમાં જ રમાશે, જેનો ઘણો ફાયદો હોટેલ ઇન્ડસ્ટ્રીને મળશે. જે લોકો ઇન્ટેજારમાં છે કે હોટેલના વધેલા રેટ ઘટશે, પછી રૂમ બુક કરાવીશું તો તે હજુય મોંઘું સાબિત થાય તો નવાઈ નહીં. જેમ જેમ મેચનો દિવસ નજીક આવશે તેમ તેમ હોટેલના રૂમની કિંમત વધી શકે છે. સ્યૂટ રૂમની કિંમત 2 લાખ રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news