ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય પેટે 14 લાખની સહાય મળશે. જીહા...ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ મુદ્દે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જે મુજબ કરારના સમયગાળા દરમિયાન મૃત્યુ પામનાર વર્ગ- 3 અને વર્ગ- 4ના ફિક્સ પગારના કર્મચારીઓનું મૃત્યુ થાય તો આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણ! ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં ભાજપમાં થશે ભડાકા, દિલ્હીમાં પીએમ હાઉસમાં બેઠક


નોંધનીય બાબત છે કે, લાંબા સમયથી કરાર આધારિત કર્મચારીઓને ફરજ દરમિયાન અવસાન પામે છે તો તેને સહાય આપવામાં આવી રહી હતી. જેમાં અગાઉ ઉચ્ચક 8 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી હતી. જે પર રાજ્ય સરકારે વિચારણા કરી નવા નિયમ હેઠળ 14 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.


ભારત-પાક મેચ પહેલા મોટો ખતરો! આ વિસ્તારોમાં મેઘાએ શરૂ કરી બેટિંગ, ધબધબાટી બોલાવશે!



સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો
સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ એચ કે ઠાકર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન 12 નવેમ્બર 2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કમાન હવે ક્રાઈમ બ્રાન્ચે સંભાળી! ટીથર ડ્રોનથી રખાશે નજર



અગાઉ સરકારને કરાર આધારિત વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને કાયમી કરવા અને યોગ્ય વેતનનો લાભ આપવા રજૂઆત કરાઇ હતી. રાજ્યમાં વર્ષોથી ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓને કોઈપણ કારણ વિના આ કર્મચારીઓને બરતરફ કરાયા હોવાની રજૂઆત કરાઇ હતી. તેમજ તેમનુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પણ યોગ્ય સહાય મળે તેવી રજુઆત સરકારને કરવામાં આવી હતી. 


ભારત-પાકિસ્તાન મેચને લઈ અ'વાદમાં કેવો હશે લોખંડી પોલીસ બંદોબસ્ત? શું છે એક્શન પ્લાન