ગુજરાત : જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારોમાં સાવજોના આંટાંફેરા વધી ગયા છે. રહેણાંકમાં સાવજોએ દેખા દીધા હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે આજે ગીરના સિંહોના ત્રણ અલગ અલગ વીડિયો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને રોમાંચક વીડિયો 14 સિંહોના ટોળાના રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના રાજુલામાં આવેલા રામપરા ભેરાઈમાં એકસાથે 14 સાવજોએ દેખા દેતા લોકોમાં અફરા તફરી મચી હતી. વહેલી સવારે ભેરાઈ રોડ પર એકસાથે 14 સાવજો ચઢી આવ્યા હતા. રસ્તા પર સાવજોએ આંટાફેરા શરૂ કરતા થોડા સમય માટે વાહન ચાલકોની અવરજવર પણ અટકી પડી હતી. ત્યારે એકસાથે 14 સિંહોનું ટોળુ જોઈને જ્યાં લોકોના શ્વાસ અદ્ધ થઈ ગયા હતા, તો બીજી તરફ તેઓ આટલુ મોટુ સિંહ ટોળુ જોઈને ખુશ પણ થઈ ગયા હતા. 


હાલમાં જ અમરેલીમાં બે સિંહનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં વહેલી સવારે આંટાફેરા મારતા સાવજો કેમેરામાં કેદ થયા હતા. તો જૂનાગઢમાં પાંચ સિંહબાળનો વીડિયો સામે આવ્યો જેમાં ત્રણ માદા સિંહ સાથે રોડ પર લટાર મારતા સિંહોને પ્રવાસીએ કેમેરામાં કેદ કર્યા. તો રવિવારે જૂનાગઢના નેસડામાં એક વ્યક્તિ સાવજોને પાણી પીવડાવતો હોય એવો વીડિયો સામે આવ્યો હતો. પશુપાલક ઢોરને પાણી પીવડાવે તે રીતે આ વન કર્મચારી એક નહીં પણ પાંચ પાંચ સાવજને કુવામાંથી પાણી કાઢીને પીવડાવી રહ્યો હતો.