ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો અંબાલાલની આગાહી

IMD Rain Alert In Gujarat : આખું વર્ષ ગમે ત્યારે વરસાદ પડે કે ન પડે તેની કોઈ ચિંતા હોતી નથી, પરંતુ નવરાત્રિના નવ દિવસ વરસાદ ન પડે તેવી ગુજરાતીઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો, અને આજે બીજું નોરતું છે. ત્યારે બીજા નોરતે વરસાદ આવશે કે નહિ આવે, શું કહે છે આગાહી તેના પર એક નજર કરીએ.

1/8
image

ગુજરાતની વાત કરીએ તો 7 દિવસની આગાહી કરી છે. તેમાં ગુજરાત રિઝિયનમાં છુટા છવાયા વરસાદની શકયતા છે. કચ્છથી જૂનાગઢ સુરેન્દ્રનગર ડીસા સુધી ચોમાસાની વિદાય છે. ઓકટોબર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું રહેશે. ગુજરાત માટે પણ હવામાન ખાતા દ્વારા અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો. નવરાત્રીમાં આ વખતે વરસાદને કારણે વિધ્ન પડી શકે છે. 

2/8
image

હવામાન વિભાગની નવી આગાહી કહે છે કે, ગુજરાતમાં નવરાત્રી વરસાદની સંભાવના નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આવનાર દિવસોમાં ચોમાસુ વિદાય લેશે. આવનાર ત્રણ દિવસમાં ગરમી પારો પણ ઊંચકાશે. અમદાવાદ શહેરમાં આવનાર એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રી રહેવાની સંભાવના.

3/8
image

હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. એટલે કે બાકીના જિલ્લાના લોકોને પહેલા નોરતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.  

4/8
image

હવામાન શાસ્ત્રીઓનો અંદાજ અને ગણતરી છે કે આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. ગરમી પણ વધુ રહેશે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થયો હતો. જે આ વખતે ઓક્ટોબરમાં પણ થશે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

5/8
image

ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વખતે ઓક્ટોબરમાં છેલ્લા 50 વર્ષની સરેરાશ કરતા 115 ટકા વધુ વરસાદ થવાની આશા છે. જેના કારણે ઉનાળામાં વાવેલા પાકને નુકસાન થઈ શકે છે. કારણ કે તેમની લણણીનો સમય આવી રહ્યો છે. આ વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે.

6/8
image

લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જોકે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.  

7/8
image

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં પાંચમી ઑક્ટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 5થી 22મી ઑક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.   

8/8
image

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે.