અમરેલીઃ રાજ્યમાં ગરમીનો પારો લોકોને જ હેરાન-પરેશાન કરે છે એવું નથી, અબોલ પશુ-પંખી પણ ગરમીથી અકળાતા હોય છે. ગીરના જંગલમાં સિંહો પણ ગરમીથી અકળાઈને ઠંડક મળે એવી જગ્યા શોધતા હોય છે. એક સાથે 14 સિંહનું ટોળું પાણીના કૃત્રિમ તળાવ પાસે આવી પહોંચતા કેમેરામાં કેદ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના આંબરડી-માણાવવા વચ્ચેના વિસ્તારમાં એક સાથે 14 સિંહ કૃત્રિમ તળાવમાં પાણી પીતા હોય એવો એક વીડિયો વાયરલ થયો છે. આ અગાઉ 11 સિંહનું ટોળું સાસણ ડીસીએફ સંદીપ કુમારે કેમેરામાં કેદ કર્યું હતું. 


ગીરનું જંગલ ઘાસવાળો વિસ્તાર વધુ છે. ઉનાળામાં આ ઘાસ સુકાઈ જતાં જંગલ ખુલ્લું થઈ જતું હોય છે અને સિંહો જંગલમાંથી બહાર નિકળીને રહેણાંક વિસ્તારો તરફ આવતા હોય છે. વન વિભાગ દ્વારા સિંહોને ઉનાળામાં તકલીફ ન પડે તેના માટે ઠેર-ઠેર કૃત્રિમ તળાવ બનાવાયા છે અને તેમાં પાણી ભરી રાખવામાં આવે છે. સિંહ પરિવાર આવા કૃત્રિમ તળાવોની પાસે જ ધામા નાખીને રહેતો હોય છે, જેથી તેને ઠંડક પણ મળી રહે અને પાણી પણ મળી રહે. 


14 સિંહ એકસાથે પાણી પીતા હોય તેનો વીડિયો જૂઓ અહીં....


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....