મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે માત્ર 14 માસના બાળકે જીવ ગુમાવ્યો. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે પ્રવાસી મજૂરના 14 માસના શિશુનું મંગળવારના રોજ જામનગરની સરકારી હોસ્પિટલમાં મોત થયું. નિવેદન મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયો તે વખતે જ તેની સ્થિતિ ગંભીર હતી. બે દિવસ પહેલા તેનામાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું અને બાળક વેન્ટિલેટર પર હતું. તેના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકનો મૃતદેહ માતા પિતાને ન સોંપાયો
દુ:ખની વાત એ છે કે બાળકના માતા પિતાને છેલ્લી ઘડીએ બાળકનું મુખ પણ જોવા ન મળ્યું. તેનો મૃતદેહ માતા પિતાને સોંપાયો નહીં. માતા પિતાને દૂરથી જ બાળકનું મોઢું બતાવ્યું. બાળકના મોત બાદ ખુબ જ કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતાં. બાળકની ધાર્મિક રીતિરિવાજ પ્રમાણે દફનવિધિ કરાઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકની દફન વિધિ કરાઈ હતી. અત્રે જણાવવાનું કે એક નિવેદન મુજબ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી મોતને ભેટેલાઓમાં આ સૌથી નાની વયનું મોત છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube