સાબરકાંઠામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો, નવા 14 મામલા નોંધાયા
સારબકાંઠા જિલ્લામાં કોરોના વાયરસથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધી સારવાર બાદ 22 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠાઃ સારબકાંઠા જિલ્લામાં અચાનક કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. શનિવારે વધુ 14 કેસ નોંધાયા છે. આમ છેલ્લા બે દિવસમાં કુલ 25 કેસ સામે આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 56 કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 85 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3 લોકોના મૃત્યુ થયા તો 22 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
શનિવારે વધુ 14 કેસ નોંધાયા
શનિવારે સારબકાંઠા જિલ્લામાં નવા 14 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 85 થઈ છે. નવા નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો પ્રાંતિજના સીતવાડામાં પાંચ, અમલાની મુવાડીમાં એક, મૌછામાં એક નવાપુરામાં એક, વડાલીના કંજેલીમાં એક, ઇડર બોલુન્દ્રામાં એક, તલોદમાં બે પોઝિટિવ કેસો નોંધાયા છે. તો ખેડબ્રહ્માના આગિયામાં ક્વોરેન્ટાઇન કરાયેલા બે પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
સમગ્ર દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી
જિલ્લામાં કોરોનાથી ત્રણ મૃત્યુ
સારબકાંઠા જિલ્લામાં કોરોના વાયરસથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધી સારવાર બાદ 22 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં 56 તો બે દિવસમાં કુલ 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube