અમદાવાદમાં આજે 141 કેસ નોંધાયા, વધુ 22 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર
અમદાવાદ કોર્પોરેશને વધુ 22 વિસ્તારોને કન્ટેઈનમેન્ટમાં મુકી દીધા છે. આ અગાઉના 14 વિસ્તારોને રદ્દ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની સંખ્યા 246 છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના નવા 141 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 102 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. તો શહેરમાં વધુ 5 લોકોના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. આ સાથે અમદાવાદ કોર્પોરેશને વધુ 22 વિસ્તારોને કન્ટેઈનમેન્ટમાં મુકી દીધા છે. આ અગાઉના 14 વિસ્તારોને રદ્દ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની સંખ્યા 246 છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાની વર્તમાન સ્થિતિ
અમદાવાદમાં અત્યાર સુધી 26184 કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે નવા 152 કેસ સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાને લીધે અત્યાર સુધી 1589 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 21237 લોકો સાજા થયા છે.
ઈન્જેક્શન કૌભાંડઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો
શહેરમાં 246 કન્ટેઈનમેન્ટ વિસ્તાર
અમદાવાદમાં એક તરફ કોરોના વાયરસના કેસની સંખ્યા ઘટી રહી છે તો માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા વધી રહી છે. આજે કોર્પોરેશને નવા 22 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યાં છે. તો અગાઉના 14ને રદ્દ કર્યાં છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube